________________
લાખે એક કર્મ જે રીતે બંધાયું એ જ સ્વભાવવાળું પાછું ઉદયમાં આવે. હસતાં બાંધ્યાં કર્મો રડતાં રડતાં ભોગવવા પડે. “સમય ગોયમ્ મા પમાયએ” જેના ઉદયે દુઃખી થવાના છીએ, સંક્રમણથી સુખી થવાય.
કર્મનાં ચાર પ્રવેશદ્વારો : (પાંચમું પ્રમાદ પણ શાસ્ત્રમાં ગણેલ છે.) ૧. મિથ્યાત્વ :
આ સત્ય પ્રત્યેનાં પક્ષપાતનો અભાવ. આ સત્યનો પક્ષપાત હૃદય સાથે સંબંધ ધરાવે છે. અંતરીક્ષ ઉઘડતાં હૃદય
શુદ્ધ થાય છે. છે અસત્યના પક્ષપાતરૂપી મિથ્યાત્વ દૂર થતાં કર્મોનાં પ્રવેશનું પ્રથમ બાકોરું
બંધ થાય છે.
મમતા છૂટે નહીં ત્યાં સુધી મિથ્યાત્વનાં બંધન તૂટે નહીં * ભવસ્થિતિ પરિપક્વ થાય, કર્મબંધ મંદ થાય ત્યારે આનંદનું ધામ એવો
આત્મપ્રકાશ, આત્મસ્વરૂપનો પ્રકાશ થાય છે. વિનયની વૃદ્ધિ, બીજનાં
ચંદ્રની માફક બોધિબીજનાં અંકુરો ફૂટે. ૨. અવિરતિ :
સત્યના જીવંત આચરણનો અભાવ. શ્રદ્ધા, સમકિત હોવા છતાં, કર્મોનો ગંદો પ્રવાહ જીવ પર ધસ્યા કરે છે, સાચો રાહ પકડી શકતો નથી. યથાશક્તિ પ્રશસ્ત આચરણ, જીવનમાં પરિવર્તન થતાં આ બીજું બાકોરું
બંધ થાય છે. - આ જીવને દેશ વિરતિધર (શ્રાવક) કહેવાય છે. સર્વવિરતિ ધારણ કરે
તો અવિરતિરૂપ બાકોરું સંપૂર્ણ બંધ થઈ જાય.
=================^ ૨૫૮ -KNEF==============