________________
૩. કષાય :
જીવનમાં ઉત્પન્ન થતાં અતંદુરસ્ત ખળભળાટો. જ ક્રોધ, માન - અહંકાર, માયા - દંભ અને લોભ - આસક્તિ. જ ક્રોધ : મંત્રીએ સ્કંદકસૂરી તથા ૪૯૯ સાધુઓને ઘાણીમાં પીલી નાંખ્યા.
માન : વાસણમાં ખટાશ હોય અને દૂધ નાંખતાં ફાટી જાય તેમ ગુણરૂપી દૂધ માન કષાયમાં ટકી શકતું નથી. આ લોભ : સર્વ વિનાશનું મૂળ છે. ઈચ્છા થઈ એટલે તેને પોષવા સર્વ
કષાયો ઉભવે છે. મન સતત દુર્ગાનમાં રહે. ૪. યોગ :
જ મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ. છેયોગથી કર્મનો આશ્રવ, કર્મના આશ્રવથી બંધ, બંધથી કર્મનો ઉદય, કર્મના ઉદયથી સંસાર. માટે સંસારથી મુક્તિ મેળવવી હોય તો આશ્રવનો
ત્યાગ કરવો જ પડે! આગમિક વ્યાખ્યાઓ પુસ્તકમાંથી.
મહાવીર પ્રભુનાં ૧૧ ગણધરોને જે સંશયો હતા તે સર્વજ્ઞપણાની લબ્ધિ વડે મહાવીર ભગવાને દૂર કર્યા હતા.
(૧) ઈન્દ્રભૂતિ : આત્માનું અસ્તિત્ત્વ, (૨) અગ્નિભૂતિ : કર્મનું અસ્તિત્ત્વ, (૩) વાયુભૂતિ : આત્મા અને શરીરનો ભેદ, (૪) વ્યક્ત સ્વામી : શૂન્યવાદ, (૫) સુધર્મા સ્વામિ : ઈહલોક અને પરલોકની વિચિત્રતાઓ, (૬) મંડિક સ્વામિ : બંધ અને મોક્ષ, (૭) મોર્યપુત્ર દેવનું અસ્તિત્ત્વ, (૮) અકંપિત સ્વામિનરકોનું અસ્તિત્ત્વ, (૯) અચલભ્રાતા ઃ પુણ્ય અને પાપ, (૧૦) મેતાર્ય સ્વામિ : પરલોકનું અસ્તિત્ત્વ, (૧૧) પ્રભાસ સ્વામિ નિર્વાણનું અસ્તિત્ત્વ.
કર્મનું અસ્તિત્ત્વ ઃ ભગવાન મહાવીર, અગ્નિભૂતિને સમજણ આપી રહ્યાં છે. હું કર્મ રજને પ્રત્યક્ષ જોઉં છું, જો કે તેને તેનું પ્રત્યક્ષ દર્શન નથી, તો પણ અનુમાનથી તું પણ તેની સિદ્ધિ કરી શકે છે. Kakkkkkkkkkkkkkkkk ૨૫૯-kkkkkkkkkkkkkkkkkk