________________
છે,
જ
સંપત્તિ મળે પણ અજીર્ણ ના થાય. ઈન્દ્રિય સુખો તુચ્છ લાગે. આંધળુ અનુકરણ કરતાં નથી. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે આદર, સ્વભાવે શાંત. દૃષ્ટિમાં ધરમૂળ પરિવર્તન. પેથડશા, કુમારપાળ, જગડુશા, શાલિભદ્ર. પાપનાં અનુબંધવાળા જીવો. જેને ખબર પડે છે તેની જ ખબર નથી.
સંસાર સુખમાં રાચે. ઝેર ચડ્યું હોય તેને કડવો લીમડો પણ મીઠો લાગે તેમ મોહનાં ઝેરને લીધે સંસારનાં ભોગ સુખો વિપાકથી કડવાં હોવા છતાં મીઠાં લાગે. આંધળા અનુકરણ કરે. દેખાદેખીમાં રાચે. અધિકરણો પ્રત્યે આકર્ષણ. પરલોકની ચિંતા રહિત જીવો. પાપના અનુબંધને તોડવાનાં અને પુણ્યનાં અનુબંધને જોડવાનાં ઉપાયો : દુષ્કત ગહ અને સુકૃત અનુમોદના' ખામેમિ : મૈત્રિભાવ ચંદનબાળા, મૃગાવતી. મિચ્છામિ : સ્વદોષ દર્શન મહારાજા રાવણ, રહનેમિ. વંદામિ : અહંકારને તોડે બલરામ અને મૃગ, સૂરદાસ, મીરાંબાઈ,
નરસિંહ મહેતા. આને ખામેમિ ત્રિક કહે છે. હું સર્વ જીવોને ખમાવું - ખામેમિ મારા બધા દુષ્કતો મિથ્યા થાઓ - મિચ્છામિ સુદેવ સુગુરુ સુધર્મ કથિત - વંદામિ. તીર્થકરોને મારા કોટિ કોટિ વંદન હજો.
ખામેમિ ત્રિકથી મૃત્યુ ધન્ય બને છે, મૃત્યુ મહોત્સવ બને છે. પરલોક સુધરી જાય છે. અને પરંપરાએ પરમપદ પ્રાપ્ત થાય છે. ખામેમિ, મિચ્છામિ, વંદામિ. વીર્યાતરાયનો ક્ષયોપશમ જાગે એ જ અભ્યર્થના.
સર્વ મંગલ માંગલ્યમ્... =================^ ૨૪૫ -KNEF==============