________________
રસોડામાં જમવાનું પછી પચાવવાનું ૨૪ કલાક ચાલે. દહેરાસરમાં ધર્મક્રિયા પછી ધર્મ પચાવવાનો પણ ૨૪ કલાક?
તત્ત્વજ્ઞાનની સ્પર્શના થાય તે માટે આત્માને પૂર્ણ શ્રદ્ધાથી સ્વીકારવો જોઈએ. રાય પસ્મણીય સૂત્ર-આગમમાં કેશી ગણધર-પ્રદેશી રાજાનો સંવાદ આવે છે.
પ્ર. આત્માને માનતો નથી. પેટીમાંથી માણસનું મડદુ મળ્યું પણ છિદ્રો કેમ નહીં? કેશી શંખનો અવાજ છિદ્ર પાડ્યા વગર પણ બહાર જાય જ છે ને?
પ્ર. પેટીમાં મડદુ મળ્યું સાથે કીડાઓ પણ. તે કેવી રીતે છિદ્ર પાડ્યા વગર અંદર ઘૂસી ગયા? અગ્નિ લોખંડના ગોળામાં પ્રવેશે છે તેમ.
મૂળ સંદેશો : સાચી વાત જાણવા મળે તો ગ્રહણ કરવી જ જોઈએ.
કઠોર ભાષા : આત્માની કોમળતાને હણે છે. શાક કાપી આપું નહીં, શાક સમારી આપું, સાબુના ટુકડા આપો નહીંસ સાબુનો ભાગ આપો. ભગવાને મારા પતિને માર્યા આદિ.
જે વીતરાગ પરમાત્માની સન્મુખ થાય, શ્રદ્ધામયી બને તેને અપૂર્વ લાભ થાય જ. “તિષ્પરા મે મસિયતુ'. સૂર્ય ઠંડી પણ ઉડાડે અને બાળે પણ. વિધિસહિત જો ક્રિયા કરીએ તો જ ફળ મળે!
નમિ રાજર્ષિની કથા – વિજય લક્ષ્મીસૂરિ વિરચિત “ઉપદેશ પ્રાસાદ'માંથી.. અવન્તિ દેશ, સુદર્શન : નગર, રાજા : મણિરથ, નાનો ભાઈ યુગબાહુ, પત્ની : મદનરેખા.
મદનરેખા અતિ સ્વરૂપવાન હતી. તેને ચંદ્રયશા નામે પુત્ર હતો. યુગબાહુનો મોટોભાઈ રાજા મણિરથ મદનરેખાનાં રૂપમાં કામાતુર બન્યો. તેણીને મેળવવા યુગબાહુનો ઘાત કર્યો.
મદનરેખા જ્યારે ગર્ભવતી હતી ત્યારે યુગબાહુને મારી નાખ્યો. શીલ સંભાળવા જંગલમાં ગઈ, ત્યાં પુત્ર જન્મ થયો જે આગળ જતાં નમિ રાજર્ષિ થયો.
=================K ૩૨૮ -KNEF==============