________________
મદનરેખાએ પુત્રની આંગળીમાં પતિના નામની મુદ્રિકા પહેરાવી, રત્ન કંબલમાં વીંટી, નજીકના સરોવરમાં દેહશુદ્ધિ માટે ગઈ ત્યાં હાથીએ અદ્ધર ઉછાળી. આકાશમાં વિહરતા “મણિપ્રભ” નામના વિદ્યાધરે ઝીલી લીધી. અવધિજ્ઞાનથી નવજાત બાળકને રાજા પારથે પુત્રરહિત પ્રિયાને સોંપ્યો છે કહી શાંત્વન આપ્યું અને પોતાને પતિ તરીકે અંગીકાર કરવા કહ્યું. મદનરેખાએ પ્રથમ નંદીશ્વરની જાત્રા કરાવવા કહ્યું.
વિદ્યાધર અને મદનરેખા “મણિચૂડ' નામના રાજર્ષિ જે ચક્રવર્તી હતા તેને વંદન કરી બેઠાં ત્યાં પાંચમા દેવલોકે ઉત્પન્ન થયેલ યુગબાહુ અવધિજ્ઞાનના બળે આવ્યો. દેવ યુગબાહુનો જીવ) મદનરેખાને મિથિલા નગરીમાં મૂકી આવ્યો, જ્યાં તેનો જીવ પુત્ર નમિકુમાર યુવાવસ્થા પામી ૧૦૦૮ સ્ત્રીઓનો પતિ થયો હતો. મદનરેખા ત્યાં સ્વસ્થ ચિત્તવાળી થઈ.
નમિકુમારનો પદ્મરથ રાજાએ રાજયાભિષેક કરાવી દીક્ષા ગ્રહણ કરી. નમિરાજાએ હાથી ભાગી ગયો હતો તે ચંદ્રયશા પાસેથી પાછો મેળવવા ચંદ્રયશાના રાજ્ય પર ચડાઈ કરી. જો કે તે જાણતો ન હતો કે ચંદ્રયશા એનો મોટો ભાઈ છે. પિતાની મુદ્રિકા જોતાં નિશ્વય થયો, મદનરેખા રાજી થઈ, મોટાભાઈ ચંદ્રયશાએ નમિકુમારને રાજય સોંપ્યું અને દીક્ષા લીધી.
એક વખત નમિરાજાના દેહમાં છ માસ સુધી રહે તેવો દાહજ્વર થયો. રાણીઓ અંતિમ ઉપાયમાં ચંદન ઘસી આપતી હતી. અનેક કંકાણવાળા રાણીઓના હાથ ચંદન ઘસવાને કારણે બહુ શબ્દ કરવા લાગ્યા તે નમિરાજા સહન કરી શકતા નહોતા. રાણીઓએ ફકત એક કંકણ રહેવા દીધું અને ચંદનનો લેપ ચાલુ રાખ્યો. રાજાને થયું કે અવાજ કેમ નથી આવતો, લેપ બંધ કર્યો હશે કે શું? તથ્ય જાણતાં સમૂહમાં કંકણ જો કેવો અવાજ કરતા હતા અને એકાકિ કંકણ કેવું શ્રેષ્ઠ છે. વિચારના મંથનમાં ચરિત્ર મોહનીયનો બંધ તૂટ્યો.
નિદ્રાવશ થતાં પોતાને મેરૂ પર્વત પર જોયો. જાતિસ્મરણ જ્ઞાન થયું, પૂર્વ ભવ દીઠો. પોતે અગણિત પુણ્યવાળુ ચરિત્ર પાળવાથી અનુત્તર વિમાનમાં દેવતા થયો હતો =================K ૩૨૯-KNEF==============