________________
ત્યારે મેરૂપર્વત જોયો હતો વગેરે. મિરાજાને ચારિત્ર લેવાની ઉત્કટ ઈચ્છા થઈ, પ્રવજ્યા ગ્રહણ કરી ઘરેથી નીકળ્યા.
ઈન્દ્રને નમિરાજાના સત્ત્વની પરીક્ષા કરવાનું મન થયું. બ્રાહ્મણનું રૂપ લઈ પ્રશ્નો કર્યા, તમારું અંતઃપુર બળે છે, નગ૨માં અગ્નિ લાગ્યો છે, તો સર્વને સુખી કરી પછી વ્રત કેમ નથી લેતા ? હાલ, તમારું અંતઃપુર બળી રહ્યું છે. પ્રવજ્યા દયા પાળવા માટે છે.
પ્રત્યેકબુદ્ધ નમિ રાજર્ષિ બોલ્યા : “હું સુખે વસુ છું, સુખે જીવું છું. કેમકે મારું કંઈ પણ નથી, મિથિલા નગરી બળે છે તેમં મારું કાંઈ બળતું નથી.'' ઉત્તરાધ્યયન સૂત્રની અનેક યુક્તિઓથી મુનિએ વિપ્રને નિરુત્તર કર્યો ત્યારે ઈન્દ્રે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી પ્રણામ કર્યા, સ્તુતિ કરી.
ग्रहो ते निज्जिओ कोहो, अहो माणो पराजिओ, अहो तिरक्कयां माया, अहो लोहो वसं किओ ।।
અર્થ : અહો, તમે ક્રોધને જીતી લીધો છે. અહો તમે માનનો પરાજય કર્યો છે. અહો, તમે માયાનો તિરસ્કાર કર્યો છે. અહો, તમે લોભને વશ કરી લીધો છે. સ્તુતિ કરી ઈન્દ્ર સ્વર્ગે ગયા અને નમિ રાજર્ષિ અનુક્રમે કેવળજ્ઞાન પામી મોક્ષ પામ્યા.
નમિ રાજર્ષિએ ઈન્દ્રની અનેક યુક્તિઓ સામે ધર્મનો ત્યાગ ન કર્યો તેથી જ્ઞાતા સૂત્રમાં મહાવીર ભગવાને તેમની પ્રશંસા કરી છે, એવા નમિ રાજર્ષિ આપણને સુખને અર્થે થાઓ.
રાજા ગુણસેત અને અગ્નિશર્મા તાપસ
પ.પૂ. કીર્તિયશસૂરિજી - ‘સાધુ સંતો પ્રત્યેનું ઉચિત આચરણ'માંથી રાજકુમા૨ ગુણસેને અગ્નિશર્માની પારાવાર વિડંબના કરી હતી, છતાં તાપસ અગ્નિશર્મા ગુણસેનને કલ્યાણ મિત્ર માનતા.
ક્ષમા, નમ્રતા, તપ, ત્યાગ, તિતિક્ષા આદિ પોતાનાં ગુણોનાં મૂળમાં ગુણસેનકુમા૨ને અગ્નિશર્મા તાપસ માનતા હતાં.
****************** 330 ******************