________________
વર્ષો વિત્યા. રાજકુમાર ગુણસેન રાજા બન્યા. ખબર પડી કે એક આશ્રમમાં મહા તપસ્વી તાપસ છે. દર્શન કરવાની ઈચ્છા થઈ, અગ્નિશર્માના દર્શન થયા.
રાજા ગુણસેને, દુષ્કર તપ અને વ્રત લીધાનું નિમિત્ત શું? એવો પ્રશ્ન કર્યો. જવાબમાં અગ્નિશર્મા કહે છે : બીજા તરફથી પરાભવ, કદરૂપતા, દરિદ્રતાનું દુઃખ અને રાજપુત્ર ગુણસેન બધાં જ મારા વૈરાગ્યમાં નિમિત્ત બન્યા છે. પ્ર. રાજપુત્ર ગુણસેન કલ્યાણમિત્ર કેવી રીતે બન્યો? (ગુણસેન) જ. અગ્નિશર્માએ ગુણસેનને કુમાર અવસ્થાનો વૃત્તાંત યાદ કરાવ્યો. (અગ્નિશર્મા) પ્ર. ભગવંત, હું જ એ ગુણસેન છું, મેં તો તમને પારાવાર વિડંબણા કરી છે, હું
કલ્યાણ મિત્ર કઈ રીતે? જ. તમે રાજન, વિડંબણા કરી ન હોત તો મેં નગર છોડ્યું ન હોત. પછી કુલપતિ
મળ્યા તે ન મળત, મેં આ માર્ગ સ્વીકાર્યો ન હોત, સાધના કરી ન હોત, માટે
જ તમે કલ્યાણમિત્ર છો. પ્ર. ગુણસેને પૂછ્યું, ભગવંત આપનું પારણું કયારે આવે છે? જ. ૫ દિવસ પછી.
ગુણસેને કહ્યું, આપનાં સપનાં પારણાનો લાભ મને આપો. જ. એ દિવસને હજુ વાર છે, કોણ જાણે છે પાંચ દિવસના ગાળામાં શું થશે? છે. જો કોઈ વિઘ્ન ન આવે તો મને લાભ આપશો? જ. તમારો આગ્રહ છે તો તમારી પ્રાર્થનાનો હું સ્વીકાર કરું છું.
ગુણસેનના મનમાં કોઈ પાપ ન હતું પરંતુ પારણાંના દિવસે જ અસહ્ય દુઃખાવો શરૂ થયો. રાજા પરિવારના સહુ આકુળ-વ્યાકુળ હતા. રસોઈયા, મંત્રીઓ, સેવકો બધા ચિંતામગ્ન. અગ્નિશર્મા તાપસ રાજાના આંગણેથી કોઈએ સત્કાર કર્યો નહી તેથી કશું બોલ્યા વગર પાછા ફર્યા. આશ્રમે ગયા અને બીજા મહિનાનાં ઉપવાસ સ્વીકારી, વળી સાધનામાં.
ગુણસેન સ્વસ્થ થતાં તાપસની માફી માંગવા ગયા અને ફરી પારણાંના લાભની
=================K ૩૩૧ -KNEF==============