________________
વિનંતી કરી. વળી બીજીવાર યુદ્ધમાં જવાનો વારો આવ્યો. તાપસ વગર પારણે પાછા ગયા. ત્રીજીવાર પણ આવું જ કંઈ બન્યું. ક્ષમા આપતા જ રહ્યા, ગુણસેનને.
જ્ઞાનીઓએ એ ક્ષમાને ભારેલા અગ્નિ જેવી કહી છે? અગ્નિશર્મા કષાયો વડે ઘેરાયા. ત્રણ ત્રણ વખત ગુણસને આવું કેમ કર્યું? ફરી વિડંબણા કરવા જ કર્યું હશે. આવું વિચારી નિયાણું કરી બેઠા. મારા તપનું જો કંઈ ફળ હોય તો ભવોભવ હું આ રાજાને મારનારો બનું.
અનંતાનુબંધી ક્રોધ સંજ્વલન જેવો દેખાતો હતો. નિમિત્ત ના મળ્યું ત્યાં સુધી ઉપશાંત થઈ દબાયેલો રહ્યો. નિમિત્ત મળતાં ભડકે બળ્યો, ભારેલા અગ્નિની જેમ.
અનંતાનુબંધી ક્રોધ આદિને કારણે (અગ્નિશર્મા જેવા તાપસનાં) સર્વ ગુણો ઉન્માર્ગે લઈ જનારા બને છે. એની સરળતા પણ ઉન્માર્ગે લઈ જાય, જ્ઞાન વૈભવ પણ ઉન્માર્ગે લઈ જાય અને એનો બોધ પણ ઉન્માર્ગે લઈ જનારો બને છે. જ કાતિર્ક શેઠ અને ગરિક તાપસ :
સૌધર્મ દેવલોકના ઈન્દ્રનો પૂર્વભવ એટલે કાર્તિક શેઠ. કલ્પસૂત્રનાં પ્રવચનોમાં કાર્તિક શેઠની વાર્તા આવે છે. જ સમ્યગ્દષ્ટિ કાર્તિક શેઠ પોતાના સમકિતને નિષ્કલંક રાખતાં.
ગોરિક તાપસ મિથ્યાદૃષ્ટિ પણ સમગ્ર ગામ એનો પૂજા-સત્કાર કરતું. કાર્તિક શેઠ કદીય તેનો સત્કાર આદિન કરતા એનો એને કાયમ રંજ રહેતો. ગૌરિકે એકવાર મોટો તપ કર્યો. રાજાને વિનંતી કરી, કાર્તિક શેઠ ભોજન પીરસે તો જ હું પારણું કરું. રાજાએ કાર્તિક શેઠને આજ્ઞા કરી, ગરિક ખુશ થયો. જાણે શેઠનું નાક કાપ્યું. આ કાર્તિક શેઠનું મનોમંથન, મારો કેવો પ્રમાદ કે હું સંસારમાં રહ્યો. સંસાર
છોડી ના શક્યો માટે મિથ્યાત્વી ઐરિકનો અનુનય કરવો પડ્યો. રાજાની આજ્ઞાને આધીન રહેવુ પડ્યું વગેરે.
આવી વિચારધારાને કારણે કાર્તિક શેઠે એ કાળે મુનિસુવ્રત પ્રભુ હતા ===== ==========૩૩૨ ==================