________________
તેમની પાસે સંયમ સ્વીકારી, દ્વાદશાંગી શ્રુતનો અભ્યાસ કરી, સંલેખના
આદિ દ્વારા કાળધર્મ પામ્યા, ઈન્દ્ર બન્યા. ધ્યાનમાં રાખવા જેવું : ગુણ કોને કહેવાય? તાત્ત્વિક ગુણ એટલે શું? આત્મવિકાસ તાત્ત્વિક ગુણના સહારે જ થાય કે અતાત્ત્વિક ગુણનાં સહારે? બગલો પણ ધ્યાન તો ધરે જ છે, તેને ગુણ કહેવાય? ધંધો જમાવવા નીતિ પાળે તો એ ગુણ કહેવાય? ઉદ્દેશ જો કામ અને અર્થ માટે હોય તો ધર્મક્રિયા પણ ગુણ ના કહેવાય.
ત્રિશલા-દેવાનંદા
ધર્મકથાનુયોગ (ભગવતી સૂત્ર : ભાગ-૨) ત્રિશલા માતાએ પૂર્વ ભવમાં ખૂબ જ સાતાવેદનીય કર્મ બાંધ્યું હતું જેને લીધે જિંદગીની છેલ્લી ક્ષણ સુધી તેમને બધી જ રીતે સાતા રહી હતી.
દેવાનંદાએ જેઠાણી રૂપે પૂર્વ જન્મમાં દેરાણી (ત્રિશલા)ને રોવડાવી, માર મારી, દેવર પાસે માર ખવડાવી ખૂબ શોક, સંતાપ અને કષ્ટ આપવા દ્વારા ભયંકર અસતાવેદનીય કર્મ બાંધ્યું હતું જે દેવાનંદાના ભાવમાં ભોગવવું પડ્યું.
આયુષ્ય કર્મ: કીડીને ના મારનારો હું જો બિલાડી બનું તો ઉદર કે કબૂતરને ફાડ્યા વિના ના રહી શકું ! મારી જીવરક્ષાની બધી સાધના જાણે નકામી થઈ જશે.
પૂર્વ ક્રોડ વર્ષ સુધી ઊંચું સંયમ પાળનારો, માસ ક્ષમણ આદિ તપ કરનારો સાધુ આયુષ્ય બાંધતી વખતે થાપ ખાઈ ગયો તો મોક્ષે જવાના બદલે પછીના ભાવમાં દેવ કે માનવ મટીને ચંડકોશીયો નાગ બન્યો!
ના, આપણે આવી ભૂલ નથી કરવી. અનશની શ્રાવકને છેલ્લે બોર જોઈને તેમાં આસક્તિ થઈ (મરણ સમયે) મરીને બોર બન્યો.
રાણીના લાંબા અને લીલા લસક વાળમાં આસક્ત બનેલો રાજા રાણીનાં જ વાળમાં “જૂ' થઈને જન્મ્યો.