________________
ભૂખનું દુઃખ – રોચક કથી ભૂખના દુઃખને તપથી નિર્જરી શકાય છે એનું દૃષ્ટાંત રોચક રીતે આશ્ચર્ય ઉપજાવે છે.
કૌરવ-પાંડવના યુદ્ધમાં કોરવ વંશનો નાશ થયો. પોતાનાં ૧૦૦ પુત્રોના મરણના દુઃખથી દુઃખી થયેલી ગાંધારીએ એવું રૂદન-આકંદન કર્યું છે કે, દિશાઓ રડી ઊઠી. સુંદર અને બહાદુર રાજકુમારોનાં જવાનજોધ શરીરની ન કલ્પેલી માઠી દશા થઈ હતી. રોઈ રોઈ, હિબકાં ભરી ભરીને થાકી ગયેલી ગાંધારીને કલાકોનાં રૂદન પછડાટ પછી એવી ભૂખ લાગી કે રહી ન શકી. આસપાસ જોયું, ત્યાં રણાંગણમાં શું હોય? દૂર એક આંબાનું ઝાડ જોયું. આમ્રલૂમ સોનાનાં ઝૂમખાની જેમ લટકતી હતી ને સુગંધ વરસાવતી હતી. ગાંધારી અહીં આવી. બાજુમાં કયાંય પથ્થરોય નહોતો કે ફેંકી કેરી નીચે પાડે. કૂદકા માર્યા પણ હાથ પણ ન પહોંચ્યો. છેવટે ભૂખી અને થાકેલી રાજમાતા, પોતાનાં સંતાનોનાં શબને ખેંચી લાવે છે ને ઢગલો કરી, કેરી લેવા ઉપર ચડે છે. જાણો છો આ ભૂખનું દુઃખ?
પરમ કૃપાળુ, નિગ્રંથ ઘોર તપસ્વી પરમાત્માએ આચરેલા, ઉપાસેલા ઉગ્ર તપને અનેક પુણ્યવંતા કરી ગયા અને હાલ કરે છે. તપથી રોગો, સંતાપો અને કર્મોનો નાશ થાય. લબ્ધિ, સિદ્ધિની પ્રાપ્તિ થાય. ભગવાન કહે છે, તમે પણ બ્રાહ્ય-અત્યંતર તપ કરજો. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ, આ છે એ પ્રકારે તપ કરજો.
(માલકૌંસ) મને મહાવીરના ગુણ.. અનશન ઉણોદરી વૃતિસંક્ષેપ, રસત્યાગ સંલીનતા કાયકલેષ; ષટુ બાહ્ય તપનો મહિમા વિશેષ, કરાવે આંતર તપમાં પ્રવેશ. પ્રાયશ્ચિત વિનય વૈયાવચ્ચ, સ્વાધ્યાય ધ્યાન અને કાયોત્સર્ગ; ષટું આંતર તપનો મહિમા વિશેષ, છોડાવે અંતમાં રાગ ને દ્વેષ. જે જાણે તપનાં આ બાર ભેદ, તે માણે નિર્જરા કર્મનો છેદ;
જાયે જીવનો ભવોભવનો મેદ, દ્વાદશ તપનો છે મહિમા વિશેષ. “શ્રદ્ધાંધ’ =================K ૩૩૪ -KNEF==============