________________
બાદશાહ અકબર અકબર રાજાનું દષ્ટાંતઃ પ્રેરણાપત્ર, વર્ષ ૧૮, અંક ૯, ડિસે. ૧૬, ૨૦૧૧
સત્ ચરિત્રો સાંભળવા જોઈએ. અનંત ઉપકારી, અનંત કલ્યાણકારી ભગવાન હરિભદ્રસૂરીશ્વજી મહારાજે લલિત વિસ્તરા” ગ્રંથમાં, જીવનાં ચરમાવર્તમાં પ્રવેશ પછી આધ્યાત્મિક વિકાસાર્થે કર્તવ્ય સ્વરૂપ ગુણોનું વર્ણન કર્યું છે.
ચરમાવર્તી જીવનો યોગમાર્ગમાં પ્રવેશ થાય તે માટે આર્ય સંસ્કૃતિમાં શ્રવણનો અપૂર્વ યોગ મૂકવામાં આવ્યો છે.
પારાયણોમાં વાંચન, કથા શ્રવણ માટે હજારો, લાખો લોકો આવે તેના
માટે બધી વ્યવસ્થાઓ ઊભી કરાય છે. જ જીવનમાં શ્રવણ દ્વારા શાંતિ અને સમાધિ લાવવા પ્રયત્નો કરે છે. જિન શાસનમાં દરેક જૈન માટે વ્યાખ્યાનનું શ્રવણ કર્તવ્ય તરીકે મૂક્યું છે. સવારે બે કર્તવ્યોમાં, એક પૂજા અને બીજું વ્યાખ્યાન શ્રવણ કરવામાં પ્રવચન શ્રવણને પ્રધાન કર્તવ્ય કહ્યું છે.
ક્યાંક પ્રવચનના સમયે પૂજા કરવાનો નિષેધ પણ કરાય છે. આમ કરવાનો પ્રશસ્ત હેતુ એ જ છૂપાયેલો છે કે, જિનવાણી મનમાં જશે તો જીવનમાં ધર્મનાં બીજ રોપાશે. પ્રવચન શ્રવણ બાદ પ્રભાવનાની વ્યવસ્થા પણ કરાતી હોય છે. પ્રભુની દેશના, દેવો રચિત સમવસરણમાંથી પ્રસારિત કરાય છે. દેવદુંદુભીનો નાદ કરી જનતાને જગાડવામાં આવે છે. જૈનોનાં ઉપાશ્રયો વૈભવમય હોય છે જે સમોવસરણની યાદ અપાવે. આ બધું જોઈ હૃદયમાં
આનંદ થવાથી ધર્મબીજ, યોગબીજ અને સમ્યકત્વ બીજનું આધાન થાય છે. જ પ્રભાવના બાળજીવોને આકર્ષવા કરાય છે. એકાંતે ક્યારેય ન કહેવું કે,
લાલચ આપી ધર્મ તરફ આકર્ષવા માટે પ્રભાવના કરી.
ટૂંકમાં, જીવનમાં ધર્મ લાવવા, મહાપુરુષોના ચરિત્રનું શ્રવણ જરૂરી છે. =================K ૩૩૫ -KNEF==============