________________
અકબર રાજાનું દૃષ્ટાંત :
હિન્દુસ્તાનના તખત ૫૨ બાદશાહ અકબર સવા ચારસો વર્ષ પૂર્વે રાજ્ય કરતા હતા. તેના હિંસામય જીવનના સૂર્યોદયને હીરસૂરી મહારાજના પ્રવચન શ્રવણથી અસ્ત કરાયો હતો.
܀
અકબરના જીવનનો મધ્યાહ્ન પ્રચૂર હિંસા, લંપટતા અને ક્રૂરતાથી ભરેલો હતો. પોતે પૂર્વભવમાં મુકુંદ નામના સંન્યાસી હતા, ધર્મમાં ઓતપ્રોત હતા. પરંતુ એકવા૨ રાજાની સવારી, ઐશ્વર્ય આદિ જોઈ રાજા થવાનું નિયાણુ કરી બેઠા હતા.
જીવદયાથી મેળવેલું પુણ્ય, તપ અને સંયમનું ધન સમ્રાટ થવા માટે સોદામાં મૂકાયું. નિયાણું કર્યાથી ધર્મસતાએ સોદો મંજુ૨ ક૨વો પડ્યો. ભૌતિક આશંસા ધર્મ ક૨વા માટેની અનુકૂળતાઓની હોવી જોઈએ.
ચંપા શ્રાવિકાના છ મહિનાના ઉપવાસે અકબરને કૂતુહલ. જાણતાં એનું મસ્તક નમી ગયું. હીરસૂરીશ્વરજીનો મેળાપ.
અકબરનો હિંસામય આચાર ઃ
*
રોજ ભોજનમાં ૫૦૦ ચકલાંની જીભ પકાવીને ખાતો.
સેના માટે ૨૦૦૦૦ વાઘરી તહેનાતમાં રાખ્યા'તા.
૧૧૪ મિનારા પૈકી દરેક ઉપર ૫૦૦ હરણનાં શિગડાં લટકાવતો.
પક્ષી અને પશુઓની હત્યા કરવા પ૦૦૦ હત્યારા રાખ્યા'તા.
૩૬૦૦૦ હરણના શિકાર કર્યા હતા, તેનું ચામડું અને ૧ સોનામહોર પોતાના દરેક શેખને ઈનામમાં આપ્યા હતા.
કવિ ગંગને પોતાની ખુશામત ન કરવા બદલ હાથીના પગ નીચે ચગદાવ્યા હતા. કોઈ નજીવા ગુનાસર બ્રાહ્મણોની ક્રૂર હત્યા કરાવેલી. એમની જનોઈનું વજન સાડા ૭૪ મણ થયું હતું.
હત્યારાઓ દ્વારા સતત ૧૦ મહિના સુધી બેરહમ પશુઓની કત્લેઆમ કરાવી. ૧૨,૦૦૦ ચિત્તા અને ૫૦૦ વાઘ પૂરીને રાખ્યા હતા.
****************** 33€ ******************