________________
જ ૮૦૦ રૂપવાન રખાતોને પોતાનાં મનોરંજન માટે રાખી હતી.
૨૦,૦૦૦ જેટલા શિકારી કૂતરાંઓ પાળ્યા હતા.
સલામતનો વૈભવઃ દરબારમાં ૭,૦૦૦ ગાયકો, ૧૧,૦૦૦ ગાનારીઓ હતી. ૩૦,૦૦૦ ઘોડા, ૧,૦૦૦ હાથીનું પાયદળ, ૧૬,૦૦૦ સુખાસનો, ૧૫,૦૦૦ પાલખીઓ, ૮,૦૦૦ નગારાઓ, ૩૦૦ વૈદ્યો, ૫૦૦ પંડિતો, ૫૦૦ પ્રધાનો, ૨૦,૦૦૦ કારકૂન તથા ૧૦,૦૦૦ ઉમરાવોનો માલિક હતો.
આ બધાં કરતાં પ્રભુના વચનને સાંભળી આત્મસાત્ કરનારાની તાકાત અસંખ્યાત ગણી છે એ ધર્મ પ્રત્યેની સમજણ આવે એટલા માટે આવા વર્ણન જૈન સાધુ ભગવંતો પ્રવચનમાં કરે છે. * બીરબલ-અકબર :
અમેરિકામાં રહેતાં આપણે અહીંનું બધું જ અનુકરણ કરીએ તો પાયમાલી કેવી થાય?
અકબરને બીરબલની મશ્કરી કરવાનું મન થયું. અકબરે કહ્યું, મને એક સ્વપ્ન આવ્યું. હું અને તું ઘોડા પર ફરવા નીકળ્યા. રસ્તો સાંકડો હતો, બંને બાજુ મોટામોટા કુંડો હતા. એક બાજુ અત્તરના કુંડ અને બીજી બાજુ વિષ્ટાનાં. હું અત્તરના કુંડમાં પડ્યો ને તું વિષ્ટાનાં કુંડમાં. એમ કહી અકબર હસવા લાગ્યો.
પછી કંઈ થયું? તમારું સ્વપ્ન આગળ ચાલ્યું? ના.
બીરબલ કહે, મને એ જ સ્વપ્ન આવ્યું હતું. પણ પછી બંને બહાર નીકળ્યા, હું તમને ચાંટતો હતો ને તમે મને ચાંટતા હતા.
સમજીને અનુકરણ કરીએ જેથી ભાવપ્રાણોને ભસ્મસાત્ ન કરી નાંખે.
આ ભવમાં જો કરવા જેવું કંઈપણ કામ હોય તો તે કર્મનાં બંધને તોડવાં તે જ કામ છે. સૂત્રકૃતાંગનો સાર કર્મનો ઉચ્છેદ કરો' કર્મની નિર્જરા કરી બંધન તોડો, મોક્ષની સાધના કરો બધું એક જ છે.
કર્મનો ઉચ્છેદ કેમ થાય? “વિવેક દ્વારા'. સમ્યક્ વિવેક કર્મનો ઉચ્છેદ કરે છે. =================K ૩૩૭ -KNEF==============