________________
ખોટાને ખોટા તરીકે, સાચાને સાચા તરીકે જાણવું તે ‘જ્ઞાન વિવેક’, માનવું અને અપનાવવું તે ‘દર્શન વિવેક', ખોટાને ખોટું માની ત્યાગ કરવો, સાચાને સાચું માની જીવનમાં આચરવું તે ચારિત્ર વિવેક છે.
આવો વિવેક ‘આપ્ત-અરિહંત'ના ઉપદેશ દ્વારા જ પ્રગટે છે. ‘આગમ’ જે આપ્તનું વચન છે તેના દ્વારા પ્રગટે છે.
તામલી તાપસ અને ‘પ્રાણમાં’ દીક્ષા
ભગવતી સૂત્ર સારસંગ્રહ ભાગ-૧માંથી
ગૌતમસ્વામી ગણધર ભગવંતે, પ્રભુ મહાવીરને ‘ઈશાનેન્દ્ર’ની ઉત્પતિ સંબંધી કરેલ પ્રશ્નો ખુલાસો કરવા પૂછ્યું હતું, તેનો સાર આ છે.
તામ્રલિપ્તી નગરી, તામલી નામે મોર્યપુત્ર ગૃહપતિ ઘણો ધનાઢ્ય હતો. સમૃદ્ધિ વધતી ગઈ, પછીથી વૈરાગી થયો. સગા-સંબંધી, જ્ઞાતિવાળા સહુને અનેક પદાર્થોથી સત્કા૨-સન્માન કરી, પોતાનાં વિડેલ પુત્રને કુટુંબનો ભાર સોંપી તેણે ‘પ્રાણમા’ નામની દીક્ષા ગ્રહણ કરી.
દીક્ષા લીધાંની સાથે જ યાવજ્જીવ સુધી છઠ-છઠની તપસ્યાનો અભિગ્રહ કર્યો. હાથ ઊંચા રાખી, સૂર્યની સામે ઊભા રહી આતાપના લે છે. ઊંચ-નીચ-મધ્યમ કુળમાંથી ભિક્ષા લે છે. પારણાંના દિવસે એવો અભિગ્રહ કર્યો કે, ‘દાળ, શાક વિનાનાં ચોખા ભિક્ષામાં લેવા. ભિક્ષામાં લાવેલા ચોખા (ભાત)ને પાણી વડે ૨૧ વાર ધોવા પછી ખાવા-પારણું કરવું.’’
આ દીક્ષાને પ્રાણમા દીક્ષા કહેવાનું કારણ એ જ કે, તે જેન જુવે તેને અર્થાત્ ઈન્દ્ર, સ્કંદક, રૂદ્ર, શિવ, કુબેર, પાર્વતી, ચંડિકા, રાજા, સાર્થવાહ, કાગડાં, કૂતરાં, ચાંડાલ આદિ સૌને પ્રણામ કરે. નીચાને નીચે જોઈ અને ઊંચાને જોઈ ઊંચી રીતે પ્રણામ કરે.
તામલી તાપસે ઘોર તપસ્યા કરી, શરીરને સૂકવી નાખ્યું. તે પછી સર્વ ઉપકરણો ચાખંડી, કુંડી આદિ દૂર કરી, ઈશાન ખૂણામાં આહાર-પાણીનો ત્યાગ કરી ‘પાદોપગમન’ નામનું અનશન કર્યું.
****************** 332 ******************