________________
>>>
***
આ વખતે ‘બલિચંચા' નામની રાજધાની ઈન્દ્ર રહિત હતી. ત્યાંના દેવોએ અવધિજ્ઞાન વડે તામલી બાલ તપસ્વીને જોયો. બલિચંચાના ઈન્દ્ર બનવા માટેનું નિયાણું કરવા પ્રાર્થના કરી. તામલીએ નકાર્યું. ત્યારબાદ તામલીએ ૬૦ હજા૨ વર્ષ પોતાની દીક્ષા પાળી, બે માસની સંલેખના કરી કાળ કર્યો. ઈશાન કલ્પમાં પોતે ઈશાનેન્દ્ર પણે ઉત્પન્ન થયો. બલિચંચાના દેવ-દેવીઓએ જ્ઞાન વડે જોયું. તામલીનું મડદું જ્યાં મર્યો હતો ત્યાં જઈ તેની ખૂબ હિલના કરી. આ વાત ઈશાન દેવલોકના દેવ-દેવીએ જ્ઞાન દ્વારા જાણી. તામલી ઈશાનેન્દ્ર ક્રોધાયમાન, લેશ્યા બલિચંચાને બાળી અંગારા જેવી કરી નાખી. બલિચંચાનાં દેવ-દેવીની ક્ષમા યાચના, લેશ્યા પાછી ખેંચી લીધી. બે સાગરોપમથી અધિક આયુ પૂરું કરી, આવી, મહાવિદેહથી સિદ્ધ થશે. મહેશ્વર દત્ત અને ગાંગીલા
મહેશ્વર દત્ત : પત્ની ગાંગીલા, ગામ વિજયપુર :
પિતા : ધંધા રોજગારમાં વ્યસ્ત. મારો પુત્ર, મારી પત્ની, મારું કુટુંબ, મારો વ્યવહાર. આખરી સમય આવ્યો. મહેશ્વર દત્તે છેલ્લી ઈચ્છા માટે પૂછ્યું, ભેંસોની સારસંભાળ, શ્રાદ્ધના દિવસે પાડાનું બલિદાન? પોતે મરીને પાડો થયો, તેની ભેંસોના જ પેટે.
માતા : મારું ઘ૨, મારો વ્યવહાર, મારી મિલકત-દાગીના. મરણ પામતાં ‘કૂતરી’ તરીકે જન્મ થયો.
પત્ની ગાંગીલા ઃ ખૂબ રૂપવાન પરંતુ વિષય લંપટ. એક દિવસ પ૨ પુરુષ સાથે પકડાઈ. મહેશ્વર દત્તે પાટું માર્યું અને મરી ગયો. તે પુરુષ સમતાવાન હતો. ક્રોધ ના કર્યો અને મરીને ગાંગીલાની કુખેજ પુત્રરૂપે જન્મ્યો.
સંસારની વિચિત્રતા જુઓ, પિતા પુત્ર અને માતા પત્ની.
શ્રાદ્ધનો દિવસ આવ્યો. પાડો મળ્યો નહીં, ઘરના પાડાનું જ બલિદાન. બલિદાન વખતે કૂતરી વાસણો ચાટતી હતી. મહેશ્વર દત્તે લાકડીનો ઘા કર્યો. કૂતરીની કમર ****************** 33c ******************