________________
>>>;
દૃષ્ટાંતો : બધાં માટે બધું જ શક્ય છે.
તેજપાળનાં પત્ની અનુપમાદેવી મહાવિદેહમાં જન્મ્યાં, ત્યાં દીક્ષા લઈને કેવળજ્ઞાની તરીકે વિચરી રહ્યાં છે. આયુ પૂર્ણ થતાં મોક્ષે જશે.
܀
*
સંસારી શિષ્ય કુમારપાળના માત્ર ૩ જ ભવ કહ્યાં છે.
બ્રાહ્ય રીતે ગૃહસ્થપણામાં રહેલા કૂર્માપુત્ર, આંતરિકપણે ઉંચી કક્ષાને સ્પર્શીને કેવળજ્ઞાન પામ્યા છે. કેવળી તરીકે છ મહિના તેમણે માતા-પિતાની સેવા કરી. એમના કેવળજ્ઞાનની ખબર ના પડી.
અચ૨માવર્તમાં સંસાર જ ગમે, મોક્ષ ના જ ગમે. નિયતિ પાકી. ચરમાવર્તમાં સંસાર પણ ગમે, મોક્ષ પણ ગમે. પુરુષાર્થ કર્યો.
અર્ધ ચ૨માવર્તમાં સંસાર ન જ ગમે, મોક્ષ જ ગમે. પહેલાં ભગવાન પછી આખી દુનિયા. નવકાર ગણવા જ ગમે. પૈસા ગણે ખરા પણ ગણવા જેવા તો ના જ માને. ગુરુ મહારાજ ગમે. ઘરવાળી સાથે રહે તો પણ સાથે રહેવું સારું ના જ માને!
મયણાને શ્રીપાળે લગ્ન પછી રાત્રે પૂછ્યું, કાલે સવારે શું કરીશું? મયણાએ એમ ના કહ્યું, વૈદ્યરાજ પાસે જઈ કોઢ મટાડીએ કે મામાને ત્યાં જઈ આશરો લઈએ કે બહેનપણીના ઘરે વસીએ. મયણાએ કહ્યું, “કાલે સવારે સૌ પ્રથમ ભગવાન ઋષભદેવના દર્શનાદિ કરીશું.'' મયણા-શ્રી પાળને ભગવાન પહેલા હતાં. આપણે ? ભગવાનનો નંબર છેલ્લે.
અર્ધપુદ્ગલ પરાવર્તમાં પ્રવેશવું હોય તો, પ્રથમ નંબર દેવ-ગુરુ-ધર્મનો. ગુણો તરફ આકર્ષણ. સંસાર પ્રત્યે અણગમો પેદા કરવાના પ્રયત્નો.
શ્રીયકે, બહેન સાધ્વી યક્ષાના કહેવાથી ઉપવાસ કર્યો, મૃત્યુ પામ્યો. (સ્થૂલભદ્રની સાત બહેનોમાંની એક)
વિજ્ઞાનનો પાયો : પદાર્થો, ધર્મનો પાયો : આત્મા.
****************** 320 ******************