________________
મનોનિગ્રહ સાધનાનો પ્રાણ છે. મનની અતૃપ્તિનું શમન કરી ધ્યાનમાં બેસી ના શકાય. મન માગે તે આપીને શાંત કરવું તે પણ અપ્રશસ્ત યોગ કહ્યો છે. બાળચેષ્ટા છે. મન સ્થિર થવાની સંભાવના નહીંવત્ છે. બીજો રસ્તો મનોનિગ્રહનો છે. પ્રશસ્ત યોગ છે. અઘરો પણ ફળદાયી છે.
મનોનિગ્રહ કરવા ૧૨ ભાવનાઓનું ચિંતન, મનને દરેક પ્રશ્નના સમાધાનો આપી શાંત કરવાનો પ્રયત્ન કરવા કહે છે. સતત ઘડતરના યોગે મનનાં સંકલ્પો, વિકલ્પો ઘટશે. મન શાંત થશે. આ માટે મન સાથે સમજણથી લડાઈ લડવાનું સૂચન કર્યું છે. બાળ અવસ્થામાં રડતા બાળકને મા-બાપ થપ્પડ મારીને પણ શાંત કરે છે. જે ૨૨ વર્ષના યુવાનને એમ કરી શકતા નથી. પ્રેમપૂર્વક સમજાવી કામ લેવું પડે છે. નાના દોષ હોય તે અતૃપ્તિનાં શમન રૂપ પ્રથમ રસ્તાથી મનને શાંત કરી શકાય છે. મોટા દોષો માટે ભાવના-ચિંતન-સમજાવટ કામ આવી જાય છે. સાધક મનને સતત સમજાવી સમજાવી અશાંત માર્ગે જતાં રોકે છે. અર્થાત્ આત્મા તરફ ગતિ કરાવે છે. આત્મા અને આત્મહિતને Focusમાં રાખી બાહ્ય ભાવોથી દૂર રાખે છે. મન ટેવાતું જાય અને સંસારની રુચિ તૂટતી જાય છે. અશુભ કર્મનો બળવાન ઉદય ક્યારેક વર્ષોની મહેનતને નિષ્ફળ પણ કરી દે છે.
સમરાદિત્ય કેવલી’ના ઉદાહરણમાં, માસક્ષમણને પારણે માસક્ષમણ જેવો ભિષ્મ તપ કરનારા “અગ્નિશર્મા' તાપસ પણ મનોનિગ્રહ કરવામાં જે સફળ થયા હતા છતાં, માન કષાયને કારણે અસમાધિમાં આવ્યા અને દુર્ગતિમાં ગયા.
આત્મા અને મનનાં યુદ્ધમાં મન નબળું બને ત્યારે કર્મો જ બળવાન બને છે. સાધકે હાર અનુભવવી પડે છે. આવા સમયે પણ સાધક પાછો ના પડે અને મનને સમજાવતો જ જાય, મનને બળવાન બનાવે એ પ્રમાણે Diversion કરતા રહેવાનું છે.
સમ્યગૂ સમજ દ્વારા મનને મનાવી લેવું એ ત્રીજો ઉપાય કહ્યો છે. જીવનમાં જે આગ્રહ રાખતા નથી, પોતાનાં કષાયને પોષવા “મારું એ જ સાચું” કરતા નથી, તે જિંદગીને પાયમાલ કરવાથી, અટકી જશે. સજ્જનતા મહાગુણ છે તેને =================^ ૧૬૮ -KNEF==============