________________
****
અપનાવીએ. આગ્રહ નહીં ત્યાં અપેક્ષા નહીં, જ્યાં અપેક્ષા નથી ત્યાં અશાંતિ નથી. સમાધાનકારી આત્માને સમાધિ સહજ મળે છે. સમ્યગ્ સમજ આવું જ થવું જોઈએનું પૂછડું કાપવામાં વિજય અપાવે છે. સંસારની પ્રવૃત્તિમાં ખાસ ધ્યાન રાખી નિરાગ્રહી થજો. મનોનિગ્રહ ક૨વાથી ધ્યાન તો આવે, સાથે સાથે જીવનમાં ક્યાંય સંઘર્ષ ન આવે અને ક્યાંય પણ અશાંતિ ના સર્જાય. જીવન ઝરણું શાંત રીતે વહેતું થઈ જાય છે.
૪ ધ્યાન : પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત.
ધર્મધ્યાન : આશાવિચય, અપાય વિચય, વિપાક વિચય, સંસ્થાન વિચય.
ધ્યાનની ભૂમિકામાં યમ-નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, મનની ઉદ્વિગ્નતાને વધારનાર આહારનો ત્યાગ, મન-વચન-કાયાની વૃત્તિ-પ્રવૃત્તિઓ પ૨ નિયંત્રણ, નિમિત્તોનો ત્યાગ, મૌન વૃત્તિ આદિ અનેક અંગો મનોવિજયનાં મહત્ત્વનાં અંગો છે.
ભવાંત૨માં પણ મનોનિગ્રહની સાધના સાનુબંધ બને છે. અશુભમાંથી હટતા રહીએ. આત્મામાં શુભસંસ્કારો જ ભવાંતરમાં સાથે આવે છે. સાધનાથી મનની તૃપ્તિ અપ્રશસ્ત (ખોટો) યોગ છે. સમાધાન અને મનોનિગ્રહ પ્રશસ્ત યોગ છે. કુર્યાત્ સદા મંગલમ્.
‘મનોવિજય અને આત્મશુદ્ધિ' પુસ્તકમાંથી..
Analysis of
ચેતના - શુદ્ધ ભાવ, ભાવમન -
દ્રવ્યમન જડ અણુ-પરમાણુની રચના છે માટે આત્માથી જુદું સમજાય છે. આત્મા ચૈતન્યમય છે. મગજ જેને આપણે જૈન વિજ્ઞાનમાં “મનઃ પર્યાપ્તિ” કહીએ છીએ એ પણ જડ છે. મગજમાં રહેલ સૂક્ષ્મ જ્ઞાનતંતુઓ, તેમાં રહેલી નર્વસ સીસ્ટમ (ચેતાતંત્ર), જૈવિક રસાયણો અને પ્રવાહીઓ બધું જ જડની રચનાનું સંયોજન છે. એટલે આ બધાનું નિયંત્રણ ચેતનથી જ થાય છે. મનઃ પર્યાપ્તિ જડ છે, દ્રવ્યમન જડ છે માટે આત્માથી જુદું છે તે સહેલાઈથી સમજી શકાય છે.
અશુદ્ધ ભાવ
****************** 256 ******************