________________
જડ અણુ-પરમાણુની રચનામાં દ્રવ્યમન, મગજ અથવા મન-પર્યાપ્તિ, નર્વસ સીસ્ટમ, જૈવિક રસાયણો, પ્રવાહી બધું જ આવે.
ભાવમન ચૈતન્યમય છે છતાં આત્માથી જુદું છે. ૨૪ કલાક ઉપયોગ જે ચેતનાનો ચાલ્યા જ કરે છે તે ઉપયોગ મનને ભાવમન કહે છે.
ભાવમનમાં શું હોય?
અનંત કાળથી જન્મોજન્મનાં સંસ્કારો સંગ્રહરૂપે પડેલાં હોય. * કુસંસ્કારો, અશુદ્ધ વૃત્તિઓ ભાવમનમાં હોય છે. * ક્રૂરતાની વૃત્તિ કે સ્વાર્થ વૃત્તિ, કામવાસના વૃત્તિ, લોભની વૃત્તિ. * આ ભવની, ગયા ભવની, અસંખ્ય ભવોની વૃત્તિ ત્યાંજ હોય.
અશુદ્ધ ચેતના, વિકૃત ચેતના, મોહાત્મક ચેતના તે ભાવમન છે. શુદ્ધ ચેતના, જ્ઞાન ચેતના તે આત્મા છે. શુદ્ધ ચેતનામય સ્વરૂપ તે આત્માનું સ્વરૂપ છે.
ભાવમનમાં શુભ-અશુભ બંને ભાવો છે. કારણ તે અશુદ્ધ ચેતના, મોહાત્મક ચેતના છે. શુભ-અશુભ કે અશુદ્ધ ચેતનાનાં જ ભેદ છે.
આત્મા એટલે આત્માનાં ગુણ, સ્વરૂપ, સ્વભાવ, પર્યાયો બધું જ આત્મામાં આવે.
ભાવમનથી શુભ-અશુભ બંને વિકારી ભાવો લેવાના છે. અશુદ્ધ ચેતના અનંતકાળથી આત્મા સાથે જોડાયેલી છે. તે જવલ્લે જ છૂટે અને છૂટે ત્યારે જીવ વીતરાગતા પામે છે. મનને મારો નહીં ત્યાં સુધી વીતરાગ બનાય નહીં. જ્યારે ભાવમનનો ઉચ્છેદ થશે ત્યારે જ વીતરાગતા આવશે.
ભાવમનમાં બંને ઉપયોગમન અને લબ્ધિમાન લેવાનાં છે. ઉપયોગ મન જ ચેતનામય છે. લબ્ધિમનમાં ચેતના નથી.
ભાવમન અનંત કાળથી આત્મા સાથે જડાયેલું છે. ભાવમનમાં જ આગલા ભવનાં તથા આ ભવનાં સંસ્કાર, વૃત્તિ, પરિણતિ ધરબાયેલા પડી રહ્યાં છે. =================^ ૧૭૦ -KNEF==============