________________
૧૧-૧૨ મે ગુણસ્થાને ભાવમન જે અશુદ્ધ ચેતના છે તેનો ક્ષય થતાં વીતરાગતા પ્રગટે છે. એટલે અરિહંતને ભાવમન હોતું જ નથી. યાદ રહે, ભાવમન મોહાત્મક ચેતના. અરિહંતને જ્ઞાનાત્મક ચેતના જે આત્માનો સ્વભાવ છે, તે હોય જ છે.
૧૧મે ગુણસ્થાનકે પણ વીતરાગતા છે, ત્યાં મોહાત્મક ભાવો નથી તેથી તેને અમનસ્ક યોગ કહ્યો છે. ૧૧મે ગુણસ્થાનકે કષાયો શક્તિ રૂપે છે વ્યક્ત રૂપે નથી. ૧૧મે ગુણસ્થાનકે વીતરાગને આસક્તિ વ્યક્તરૂપે નથી પણ શક્તિરૂપે છે એટલે જ ત્યાંથી પડે છે.
રાગની દશામાં તફાવત છે. અમુક રાગ અભિવ્યક્ત હોય છે જ્યારે અમુક રાગને નિમિત્ત નથી મળ્યું માટે ઊભો થયો નથી, પણ અંદરખાને ભારેલા અગ્નિની જેમ પડેલો જ છે. ભવિષ્યમાં પેદા થાય છે તેની શક્તિ છે. ક આત્મા દેહથી ભિન્ન છે, મન અને આત્મા એક નથી, જુદાં છે.
દેહ આત્માથી ભિન્ન છે. મન આત્માથી ભિન્ન છે. ઈન્દ્રિયો આત્માથી ભિન્ન છે. ચિત્ત, મન, બુદ્ધિ, મગજ આ બધાં શબ્દોના અર્થ સમજીએ. ચિત્ત = મન મન = ચિત્ત બુદ્ધિ = મનનું અવિભાજ્ય અંગ મગજ = મન:પર્યાપ્તિ.
બુદ્ધિ મનનું અવિભાજ્ય અંગ છે. જૈન દર્શન મન અને ચિત્તને જુદા માનતું નથી. મન શુદ્ધિ હોય પણ અધ્યાત્મશુદ્ધિ ન હોય તો, ગમે તેટલી મનશુદ્ધિની કિંમત જ નથી. અધ્યાત્મશુદ્ધિ એટલે આત્મશુદ્ધિ.
Kakkkkkkkkkkkkkkkk ૧૭૧ kkkkkkkkkkkkkkkkkk