________________
>>>>
સાધતા જગતમાં મતતી ભૂમિકા પ.પૂ.આ.શ્રી વિજય જયસુંદરસૂરીશ્વરજી મ.ની વાંચના
પૂર્વના કાળમાં આજ જેટલી સુખ સગવડો ન હોવાના કારણે તેને ભેગી કરવાની અને સાચવવાની ઉપાધિઓ પણ ન હતી. ભૌતિક સાધનો, સંપત્તિ કે કિંમતી સામગ્રીથી માની લીધેલા સુખો કે સગવડો મનને શાંતિ આપી શકતા નથી. ઉલટું એનાથી આજનો માનવ વધુ અશાંત બન્યો છે. શાંતિ પામવા એ આજે આધ્યાત્મિકતા તરફ ખેંચાય છે. શાંતિ લેવા એકાંત સ્થળો, ઉદ્યાનો, ગુફાઓ, પર્વતની ટોચે જઈ પ્રયોગો કરે છે.
જ્ઞાનીઓ કહે છે : “જ્યાં સુધી મનમાં અનાદિ કાળથી બેઠેલો સંસાર જાય નહીં ત્યાં સુધી બાહ્ય પ્રયોગો મનને શાંત કરી શકે એમ નથી. કષાયો મંદ ના પડે ત્યાં સુધી આ બધા પ્રયત્નો છાર પર લીંપણ જેવા છે.''
Those men are richest whose necessities are simplest, whose pleasures are simplest.
આનંદના વિષયો સાવ સામાન્ય હોય અને જરૂરિયાતો સસ્તી અને સામાન્ય તેવા માનવ સુખી થઈ શકે છે.
ધ્યાન યોગ અને કાયોત્સર્ગ જે જૈન ધર્મમાં જ જોવા મળે છે, એ પરમ શાંતિનો માર્ગ છે. સાચા સુખની પ્રાપ્તિનો સચોટ ઉપાય છે. સાધના માર્ગ દુષ્ક૨ છે. કારણ, સાધનાનો આધાર મન છે. મનનો નિગ્રહ, ચંચળતા પરનો કાબૂ મેળવાય તો મન આત્મા સાથે બેસવાને ટેવાય. આખી દુનિયાનો ચક્રાવો સેકંડના છઠ્ઠા ભાગમાં લેનારું મન સ્થિર કેમ ક૨વું અને રાખવું તેના ઉપાય વિચારવા જેવા છે.
મન સ્થિર કરવાના ૩ ઉપાયો :
૧. મનતૃપ્તિ (અપ્રશસ્ત), ૨.મનોનિગ્રહ (પ્રશસ્ત અનુબંધ), ૩. સમ્યગ્ સમજણથી મનને મનાવો.
****************** 950 ******************