________________
કામ વિના પંખા, વીજળી, પાણીના નળ ચાલુ ન રહેવા જોઈએ. એ હિંસા વિના ચાલતા નથી. ગાળ્યા વિનાનું પાણી, ચાળ્યા વિનાનો લોટ, જોયા વિના સમારેલું શાક, બધું જ ખાવા-પીવા જેવું કહેવાય નહીં. ઘરનો કોઈ પણ ભાગ સતત કલાકો સુધી ભીનો ન જ રહેવો જોઈએ. સતત ભીની જગ્યામાં શેવાળ જેવી સૂક્ષ્મ-બાદર અનંતકાયવાળી વનસ્પતિ ઉગે છે. મહાન પુણ્યવંતા ઘર છોડી સર્વવિરતિ લે છે, સાધુ થાય છે.
પુણ્યપાળ રાજાને રાત્રે ૮ સ્વપ્ના આવ્યા હતા તેનો અર્થ ભગવાન મહાવીરને પૂછવા આવેલા. એક સ્વપ્નમાં નીશાનારતો હસ્તિ હતો. એટલે જીર્ણ-શીર્ણ-પડુંપડું થતી હસ્તિશાળામાં એક હાથી હતો. તેની જગ્યા ઘણી સાંકડી હતી. હાથી તેમાં હાલી ચાલી શકતો નહીં. પૂછડું કે સૂઢ હલાવે તો જીર્ણ હસ્તિશાળાની ઇંટ માથે પડે. પીઠ ખજવાળી ના શકે નહીંતર દિવાલ પડે.
આ સ્વપ્નાનો અર્થ સમજાવતાં મહાવીર ભગવાને કહેલું “હે રાજા, આ સ્વપ્નમાં કલિકાલનું, દુષમકાળનું સ્વરૂપ જણાવ્યું છે. આવનાર પંચમકાળમાં ગૃહસ્થો ગૃહવાસમાં ઘણાં દુઃખી હશે. જીવન જટીલ ને સ્વાર્થ-પ્રપંચથી ઘેરાયેલું હશે. આનંદ પ્રમોદના અનેક સાધનો હોવા છતાં શાંતિ કે આનંદ નહીં મળે. - બીજા માટે તમે કેટલુંય કરો, તમે એક દિવસ થાકી જ જવાના ને નિરાશ થવાના. આત્મા જ્ઞાનથી સમૃદ્ધ બને છે ને જીવન સંસ્કારથી સમૃદ્ધ બને. જ્ઞાની પુરુષોનો સમાગમ કરો, જ્ઞાન ગોષ્ઠિ કરો. માણસ ઘરમાં રહે કે ઘર માણસમાં રહે? વિચારજો. ઘરમાં એક ઓરડો પ્રભુનો રાખજો. સામાયિક, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, સેવા, ઉપાસના કરજો.સારા પુસ્તકો વસાવજો. આ જીવનને સંસ્કાર-સમૃદ્ધ બનાવવાના ઉપાય.
ઘરમાં રહેનારે સારી રીતે સમજી લેવું જોઈએ, એક દિવસ અહિંથી સદા માટે ચાલ્યા જવાનું છે. આટલું પૂરેપૂરું સમજાય જાય તો દુ:ખ જ ના રહે. ઢોળાઈ જાય, ભાંગી જાય, ઉભરાઈ જાય, કોઈ એની રીતે વાપરે, પડાવી-પચાવી જાય, દુઃખી ન થાવ. આ છૂટતાં જીવ અણગાર થઈ જાય. ન રાગ રહે ન . કોઈ પ્રતિબંધ નહીં, બંધન નહીં. જ્યારે જવું હોય, જેટલા દૂર જવું હોય ત્યાં આરામથી જવાય. ભાગી ગયેલો માણસ પણ ઘરમાંથી જ પકડાય.