________________
થઈ છે એટલે શ્રવણેન્દ્રિયને પાંચે ઈન્દ્રિયોમાં શ્રેષ્ઠતમ ગણાવી છે. માટે જ કેવળજ્ઞાન થતાંની સાથે તીર્થકર મહાવીર પ્રભુએ ધર્મ સંભળાવવાનું શરૂ કર્યું. દેશનાઓનાં ધોધ વરસાવ્યા.
ધ્યાન રહે, જે ઈન્દ્રિયનો દુરુપયોગ કરશો તે ઈન્દ્રિય પછીનાં ભવમાં નહીં મળે. કાનથી દેવ-ગુરુની માત્ર નિંદાઓ જ સાંભળી, ઉપકારીઓનાં દોષ અવર્ણવાદ સાંભળ્યા, દુનિયાની ગંદકી કાનમાં નાંખીને મજા માણી તો શ્રોત્રેન્દ્રિય ગુમાવવાનો વારો આવવાનો. માટે ખોટાને છોડો, સારાને જ સાંભળો.
દૃષ્ટાંત : કેમ ભાઈ આવ્યા? કેમ ભાઈ બેઠા? કેમ ભાઈ ચાલ્યા? ત્રણ વાક્યો વડે પટેલ સભામાં પોતાનાં માનને પોષાતું જોઈ ઘરે ગયા. ઊંઘી ગયા ત્યાં સુધી બોલતા રહ્યા. ઊંઘમાં ત્રણ વાક્યો બોલતા હતા, ત્યારે ઘરમાં ચોર આવ્યા અને ચોર ગભરાયા. પટેલની માફી માંગી. પ્રવચનમાં ક્યારેય ન જનારા પટેલને થયું, સાંભળવા ગયો, માન મળ્યું, ઘરની માલ મિલકત બચી ગઈ. સારું સાંભળવા જેવું છે. નિયમિત સાધુ સંતોનાં સમાગમમાં રહેવા લાગ્યા.
લાભ ઃ જિનવાણી સાંભળવા ભેગા થવામાં ઘણાં લાભ છે. એક કલાક ધર્મધ્યાનમાં જશે, કર્મ નિર્જરા અને પુણ્ય પ્રાપ્તિ થશે; મનમાં ઉઠતાં પ્રશ્નોનું સમાધાન થશે, ત્યાં આવનાર ગુણીયલ જીવો પણ મળશે, એમના સમાગમનો લાભ મળશે; ઔચિત્ય અને મર્યાદાનું ભાન થશે. વૈયાવચ્ચનો લાભ મળશે; સર્કલ ધાર્મિક બનશે, ખરાબ વ્યક્તિઓથી દૂર રહેવા મળશે; સત્કાર્યોની પ્રેરણા મળશે.
જયણા જૈનોની
ભાગી ગયેલો માણસ પણ પકડાય છે! જેનો ઘરમાં એવી રીતે રહે કે હિંસાથી બચવાનો ને અહિંસા પાળવાનો સદા ખ્યાલ રહે.
દાળ ચોખા જેવી વસ્તુ ઘરના વ્યક્તિએ જોઈ-વીણીને ઓરવા આપી હોય તોય કેળવાયેલા નોકર-ચાકર, રસોઈઆ ઘરના એ અનાજમાં આંગળા ફેરવી કોઈ જીવ-જંતુ નથી ને? એમ જોઈ ઓરશે. =================^ ૧૬૫ -KNEF==============