________________
******
*** દીક્ષા લીધી. વિદ્યાનાં પારગામી તો હિરભદ્ર પંડિત હતા જ. અભ્યાસ કરતાં કરતાં મુખમાંથી શબ્દો સરી પડ્યા, હૈં। મળાહા હૈં હૂં તો પડું ન હૂં તો નિયમો | હે જિનેશ્વ૨! તારા આ જિનાગમો ન હોત તો અમારા જેવાનું શું થાત? જિન ધર્મ પ્રત્યે અત્યંત શ્રદ્ધા બંધાઈ. એક વખતનાં જૈન ધર્મના કટ્ટર વિરોધી બ્રાહ્મણ પંડિત જિન શાસનને ઉજાળનારા, ૧૪૪૪ ગ્રંથોનાં રચયિતા, ૧ પૂર્વનું અદ્ભૂત જ્ઞાન ધરાવનારા હરિભદ્રસૂરિ મહારાજા મળ્યા.
સચિરત્રો સાંભળવાથી જીવને અંત૨માં ભાવનાઓ જાગે છે. રાહ ભૂલ્યા હોય તો પાછા વળવાનું મન થાય છે, રાહમાં અટકી પડ્યા હોય તો પંથમાં આગળ વધવાનું મન થાય છે. કથાના નાયકસમા હિરભદ્રસૂરિજી મહારાજની પ્રેરણા લેવાથી જીવનમાં અનેક પરિવર્તનો આવતા હોય છે. ભદ્રિક શ્રોતાઓ ધર્મ માર્ગે આગળ વધે છે. જીવને સાચી દિશા મળે છે. અંતર ભીનું થાય એવું તત્ત્વ જ્ઞાન મળે છે.
સરિત્ર શ્રવણ
હરિભદ્રસૂરિજી મહારાજાએ લલિત વિસ્તરા ગ્રંથમાં જીવનાં ૨૭ ગુણોનું વર્ણન કર્યું છે. જીવની સાચી અને વાસ્તવિક પ્રગતિ ચરમાવર્તમાં પ્રવેશ્યા પછી થાય છે. ત્યાર પછી જ જીવ ધર્મ સન્મુખ થાય છે અને તેથી ધર્મની વાતો એને ગમવા લાગે છે. સારા ખોટાનો ભેદ કંઈક અંશે કરી શકે છે. સારા માટેનો આદર વધતો જાય છે.
જીવનમાં પાપ છોડવાની બુદ્ધિ થાય, અટલ શ્રદ્ધાનો સૂર્ય ઊગે અને જીવનું કલ્યાણ થાય એ સર્પ્રાપ્તિનો અનુપમ રાહ સરિત્રોના શ્રવણથી થાય છે.
પાંચ ઈન્દ્રિયો મળી એ અનંત પુણ્યરાશી ભેગી થયા પછી મળી છે. એકેન્દ્રિય સ્થાવર કાયમાં જીવ અનંતકાળ સુધી રહ્યો, પછી કંઈક પુણ્યરાશી ભેગી થયા બાદ બીજી ઈન્દ્રિય રસનાની ભેટ મળી. ઈયળ વગેરેના અવતાર મળ્યા. અસંખ્ય કાળના પરિભ્રમણ બાદ અનુક્રમે ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રવણેન્દ્રિયની સંપ્રાપ્તિ