________________
ચક્કી દુર્ગ હરિ પણá' હરિભદ્ર બ્રાહ્મણના કાન સરવા થયા. થંભી ગયા. સાંભળવામાં મન પરોવાયું. પરંતુ એમને શ્લોકોનો અર્થ ના સમજાયો. આર્યા શું બોલી રહ્યાં છે? સમજણ ના પડી.
એમને ભિષ્મ પ્રતિજ્ઞા હતી. પોતે પ્રકાંડ જ્ઞાની બ્રાહ્મણ હતા તેથી જો શબ્દો કે અર્થ ના સમજાય તો એનો અર્થ સમજાવનારનો શિષ્ય બની જઈશ. આર્યા સાધ્વીજીએ પોતાના ગુરુ પાસે જઈ અર્થ સમજવા કહ્યું. ગુરુણીયાકિની મહત્તરાએ પ્રકાંડ જ્ઞાની બ્રાહ્મણને ઓળખી લીધા હતાં.
બીજા દિવસે મહાપંડિત સાધ્વીજીનાં ઉપાશ્રયે પહોંચ્યા. ગઈકાલે બનેલી ઘટના કહી. ગુરુણી પણ ખૂબ જ્ઞાની હતા. શાસ્ત્રની ઊચ્ચ વાણીનો અર્થ સામાન્ય જનને, અપાત્રતાને કારણે અપાતો નથી માટે “જૈન દીક્ષા ગ્રહણ કરવી પડશે.” શાસ્ત્રોનો બોધ થયા બાદ આવા સૂત્રોનો અર્થ મળી શકે. “શબ્દાનાં અનેકા અર્થા:” વ્યાકરણમાં અનેક અર્થો થાય છે. ક્યા સૂત્રોનો ક્યો અર્થ ક્યાં અને ક્યારે કરવા માટે ગીતાર્થ ગુરુ આચાર્ય ભગવંતો જોઈએ. જેનું ચારિત્રનું શુદ્ધ પાલન કરવા દ્વારા, તપ અને ત્યાગમય જીવન જીવાતું હોય, તે દ્વારા પોતાની બુદ્ધિને પરિકર્ષિત કરે ત્યારે ગૂઢ અર્થો ઉકેલી શકે. ગુરુ વિના જ્ઞાન અધૂરું છે. મગ જેમ પાણીને ગરમ કરતાં સીઝે છે તેમ સૂત્ર અભ્યાસથી આત્મા સીઝે છે. ત્યારબાદ ગીતાર્થ ભગવંતો સત્રોનાં અર્થ આપે છે. ૨૪-૨૪ વર્ષના સતત અભ્યાસ પછી શિષ્યને પદ ઉપર ન્યાસ (પંન્યાસ) કરે છે. એટલે સૂત્ર અને અર્થના જ્ઞાતા તરીકે પદવી આપે છે. ૪૫ આગમો ભણવા માટે તો યોગોદ્વહન કરવા પડે છે. મહિનાઓ સુધી આકરી તપશ્ચર્યા અને ક્રિયા વિધિઓ કરવા દ્વારા કડક સાધના કરવી પડે છે. આગમ શાસ્ત્રો સિંહણનાં દૂધ જેવા છે, સુવર્ણ પાત્ર જ જોઈએ.
પંડિત હરિભદ્રજીની પ્રથમ જિજ્ઞાસા અને દૃઢ નિર્ધાર જાણ્યા બાદ આચાર્યશ્રીએ સન્મુખ બેસાડ્યા અને કહ્યું, “આ પંક્તિનો અર્થ લેવા માટે તમારે જૈન દીક્ષા ગ્રહણ કરવી પડે, જૈન શાસ્ત્રોના અભ્યાસ બાદ તમે ખુદ જ આ પંક્તિનો અર્થ પણ કરી શકશો. તમે શીધ્રતયા સંયમ માર્ગે પ્રયાણ કરો.” જ્ઞાનની તલપ હતી.
=================^ ૧૬૩ -KNEF==============