________________
>>>>
શ્રોતવ્યાનિ સચ્ચેષ્ટિતાનિ
સત્ય અને ઈષ્ટ સાંભળવાનું ધ્યેય રાખીએ
જૈન દર્શનમાં જીવને સતત જ્ઞાનથી વાસિત કરી વૈરાગ્ય તરફ લઈ જવાનો સ્વાધ્યાયનો યોગ મૂક્યો છે. દરેકે જીવનમાં એકાદ કલાક વૈરાગ્ય પ્રેરક સ્વાધ્યાય વાંચન-શ્રવણ કરવું જોઈએ. પ્રતિક્રમણમાં સજ્ઝાય (સ્વાધ્યાય) મૂકવાનું પણ આ જ કારણ બતાવ્યું છે.
સુબાહુકુમાર, જંબુકુમાર, ખંધકૠષિ, વજ્રકુમાર આદિની સજ્ઝાયો અવનવા શાસ્ત્રિય રાગમાં ગાવાથી, સાંભળવાથી આત્મા જ્ઞાનવાન બની સીઝે છે. આવું શ્રવણ આપણા આલોક-પરલોકને સુધારી દે છે. મહારાજ સાહેબ કહે છે :
“ધંધા સે ભી જરૂરી કામ હૈ યહ, ધંધા હી સબ કુછ નહીં જિને કે લિયે.” સતીઓનાં ચરિત્રો ઘરને મંદિર બનાવી શકે છે.
સતી સીતા, કલાવતી, મદનરેખા, ચંદનબાળા, ઋિષિદત્તા, સુલસા, મયણાસુંદરી આદિ જીવનમાં સહનશીલતા, સમતા, ધૈર્ય, મર્યાદા, વિનય આદિ અનેક ગુણોને ખીલવે છે.
ચરમાવર્તમાં આવેલો જીવ પોતાની સાચી પ્રગતિને પંથે વિચરવા લાગે છે. ધર્મ સન્મુખ થતાં, શુભ આલંબનો વડે જીવનમાં ગુણોનો વિકાસ કરે છે. શુભનો આદર વધે છે, અશુભનો આદર ઘટે છે. ગુણો પ્રત્યે ઋચિ વધતી જાય છે. દોષો પ્રત્યે અરુચિ થાય છે. સારૂં સારૂં સાંભળવાના ગુણને કેળવવામાં સદાચારોનું આગમન થાય છે. સદાચારી મહાપુરુષોનું સાંન્નિધ્ય ક૨વા ઝંખે છે, દુરાચારી અને દુર્જનો પ્રત્યે અરુચિ થાય છે. વિદ્વાન પુરુષોના પણ હૃદય પરિવર્તન સરિત્ર શ્રવણ વડે થયા છે તેને દૃષ્ટાંતમાં સાધુ ભગવંત સમજાવે છે. જીવન પથિકને માર્ગ ચિંધનારા વચનો નિમિત્ત બનતા હોય છે તેનું સુંદર દૃષ્ટાંત છે, હરિભદ્રસૂરિજી. જે પહેલા જૈન ધર્મનાં કટ્ટર વિરોધી બ્રાહ્મણ હતાં.
દૃષ્ટાંત : સાંજનો સમય હતો. હરિભદ્ર બ્રાહ્મણ જૈન સાધ્વીઓના ઉપાશ્રય પાસેથી પસાર થતા હતા અને ઉપાશ્રયમાંથી કોઈક શ્લોકોની કડીઓ સંભળાઈ. ****************** 952 ******************