________________
સાચું જાણવું છે? સુધર્મા સ્વામી આર્ય જંબુ સ્વામીને સમજાવતાં કહે છે : બુદ્ધિની નિર્મળતા, હૃદયની સરળતા અને વિચારોની પરિપક્વતા વિના સાચું જાણવાની ઉત્કંઠા જાગતી નથી. સાચી સંપત્તિ તો નિષ્પરિગ્રહતા છે. જ્ઞાન-વિદ્યા એ જ સંપત્તિ છે. સમતાથી શ્રમણ થવાય, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને તપથી તાપસ
થવાય. * જીવન કેવું જીવશો? એવું કે તમારા જીવતર માટે કોઈ જીવને પીડા ના થાય. જ માણસને બધાનું બધું જ સમજાય છે. માત્ર સ્વયંને સમજાતું નથી. સચ્ચાઈથી
જે બચવા માંગે છે તે એક નવી ભૂલ કરવાની તૈયારી કરે છે. પ્રારબ્ધથી બધું જ મળી રહેશે. ધર્મ તો પુરુષાર્થથી જ મળશે. તાત્વિક વૈરાગ્ય વિના મોક્ષનો દરવાજો ખૂલતો નથી. અતઃ આત્મામાં જ સુખ છે એ તત્ત્વની અનુભૂતિ, પ્રતીતિ થયાનો પ્રારંભ એ જ તાત્વિક વેરાગ્ય.
માતાનાં ત્રણ ગુણો ભગવતી સૂત્ર સાર, શતક ત્રીજું, ઉદેશક-૧૦, ભાગ-૧ ૧. જીવ માત્ર ઉપર દયાભાવ રાખવાની ઉદાત્ત ભાવના. ૨. જીવ માત્રને રોજી-રોટલી આપવાની પવિત્ર ભાવના. ૩. બધાએ જીવોના અપરાધોને માફ કરવાની પવિત્ર ભાવના. જ દેવ ગુરુનાં ગુણ ગાવાથી, વર્ણવાદ કરવાથી ઊચ્ચ ગોત્ર બંધાય છે, પરભવે
ઉત્તમ કુળ અને મહાન ખાનદાનમાં જન્મ મળે છે. જ પ્રભુનાં ગુણ ગાવાથી સુસ્વર નામકર્મનો બંધ થાય છે. મંત્રમુગ્ધ અવાજ
મળે છે માટે પ્રભુનાં ગીત-સ્તવન રચજો, ગાજો. ઉપાર્જન કરેલું બધું ઘટી જશે. પરંતુ આત્મામાં થયું સર્જન કદીયે વિસર્જન નહીં પામે. (હેવામાં
સરળતા અને બુદ્ધિમાં નિર્મળતા જોઈશે.) જ સૂરજ ક્યારનોય ઊગી ગયો છે, તેના કિરણો આપણે ત્યાં આવવા રાજી
છે. માત્ર આપણે બારણાં ખોલવાની વાર છે. પંચસૂત્રનો સાર સમજીએ..
=================^ ૧૬૧ -KNEF==============