________________
૧૧. નિરાશ્રવી-આશ્રવ વિનાનું શરીર નાવ છે, જીવ નાવિક છે. નાવ આરાધનાનું
મુખ્ય સાધન હોવાથી સંસાર સાગરમાંથી તારનાર હોવી જોઈએ. ૧૨. સદા ઉદ્યમશીલ, ક્ષીણકર્મા સર્વજ્ઞ શ્રી જિનેશ્વર પ્રભુરૂપી ભાસ્કર (સૂર્ય)
સર્વલોકમાં જીવોને મોહરૂપી અંધકાર દૂર કરવા દ્વારા સર્વ વસ્તુ વિષયક
પ્રકાશ આપે છે. ૧૩. જ્યાં દુઃખે કરીને, અકર્મા થઈને ચડી શકાય તેવું, લોકાગ્રમાં નિત્ય નિરામય
સ્થાન છે, જ્યાં ઘડપણ કે મૃત્યુ, રોગ કે સંતાપ નથી, તે શિવ સ્વરૂપ (કલ્યાણકારી) શરીરનાં-મનના દુ:ખરહિત, બાધા વિનાનું, ધ્રુવ-પરબ્રહ્મ સ્વરૂપ અનંત સુખમય સ્થાન છે જે મોક્ષ તરીકે ઓળખાય છે. ત્યાં જીવો ભવ પ્રવાહનો અંત કરી પહોંચે છે. સદા સુખમય નિત્ય અવસ્થાનવાળા શાશ્વત આવાસને પામેલા જીવો શોકરહિત બને છે.
કેશી ગણધર, ગૌતમસ્વામીના મિલનનો પ્રસંગ અવસર બન્યો. કેશી ગણધરે હવે પછીથી પાંચ મહાવ્રતોનો સ્વીકાર કર્યો અને એક થયા.
અષ્ટ પ્રવચન માતા
ઉત્તરાધ્યયન સૂત્ર - અધ્યયન ૨૪મું પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને અષ્ટ પ્રવચન માતા કહી છે. તે ચારિત્ર સ્વરૂપ જીવન જીવવાથી મન-વચન-કાયાનો બધો જ અપરાધી-અનૈતિક વેપાર અટકે છે. ઈર્યા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપણ, પરિષ્ઠાપનિકા-૫ સમિતિઓ (પ્રવૃત્તિ) જયણાપૂર્વક ચાલવું, બોલવું, સાધુ ભગવંતો સ્વયં માટે રાંધવું-રંધાવવું કે વેચાતું લાવવું, મંગાવવું આદિ, અનુમોદના આદિ દોષોથી રહિત નવકોટિ (નવ પ્રકારે) ૪૨ દોષરહિત આહાર વહોરાવવો. વસ્તુને લેતાં-મૂકતાં પ્રમાર્જીને જ અડવાનું, નકામી વસ્તુનું વિધિસહ પરઠવવું. પાંચ સમિતિઓ અગ્નિરૂપ પ્રવૃત્તિઓ છે તો ગુપ્તિઓ સર્વ અશુભ યોગની નિવૃત્તિઓ સ્વરૂપ અને મન-વચન-કાયાના શુભયોગ આદિમાં પ્રવૃત્તિ સ્વરૂપ છે.