________________
* મીન રહેવાની ટેવ પાડવાથી મન ખીલે બંધાશે. સાચું અને વિધિ વિહિત
જીવવાની ટેવ પડશે, સમિતિ, ગુપ્તિ પાલનથી. પાણીમાં પડ્યા વિના તરતા ન જ આવડે. પ્રયત્ન વિશેષથી તમે સાહિલ-કિનારા પર પહોંચી જશો. દુનિયા દેખતી રહી જશે. ભગવાન કહે છે, ધર્મ પાળવા હૃદય પરિવર્તન જરૂરી છે. પરમાત્મા જિનેન્દ્ર દેવની ભક્તિ-ઉપાસના, સદ્ગુરુઓની સેવા, ગુણીજનોના ગુણાનુવાદથી આપણા જ્ઞાનાવરણીય કર્મનું જોર ઘટે છે. તે નબળા પડવાથી જે શક્તિ કે ગુણ પ્રગટ થાય તેને જૈન પરિભાષામાં “ક્ષયોપશમ” કહેવાય. પુણ્ય આરાધનાના ફળરૂપે અલગ અલગ પ્રકારનાં ક્ષયોપશમ સર્વને હોય છે. આ ક્ષયોપશમથી જ બધું સમજાય છે. કોઈને સહજ રીતે, કોઈને થોડું, કોઈને વધારે, કોઈ ઈશારામાં જ સમજી જાય છે. આખી રમત સમજણની છે. * બધું હોય ને સમજણ ન હોય તો કાંઈ નથી ને
કાંઈ જ ન હોય ને સમજણ હોય તો બધું જ છે! * ભરત રાજા એક વીંટી વિનાની આંગળીથી સમજ-બોધ પામ્યા! * એક રાજા માત્ર તેનો એક વાળ ધોળો થવાથી બધું જ સમજી ગયો. મોટા ભાગે નઠારું કે ખરાબ છતાં મજાનું લાગતું હોય છે, સારું હોય છે માટે ગમે છે, તેમ નહીં. ગમે છે માટે સારું લાગે છે ને પાછળથી એવું ખરાબ પણ લાગે છે. તેનાથી છૂટવા પણ તૈયાર થઈ જઈએ. મોહનો પડદો ઘણો જ બારીક છે! લોકો વાત દેવાની કરે છે પણ નજર લેવા પર જ હોય છે! બધે જ સોદો છે, બધે જ ધંધો છે. થોડું આપીને વધારે લઈ લેવું છે, મેળવવાની લાલચથી જ લોકો આપે છે. મળે છે માટે કાંઈક આપે છે. મળવાનું બંધ થાય તો આપવાનું બંધ. સાથે આવશે તે વિચારજો. ભાવ નિર્મળ થવા લાગશે. તમારી બુદ્ધિ એ
વિચારે સ્વાર્થમાં નહીં રાચે. યાદ રાખજો, આંખ મીચામણાંથી સચ્ચાઈ =================K ૯૯ -KNEF==============