________________
܀
***
ટળતી નથી. જૂઠાને સાચું ક૨વાનો કોઈ ઉપાય જ નથી. ધર્મના શરણે આવી જાવ. જેટલું આપ્યું તેટલું જ તમારું છે.
દુનિયાદારી માટે ઘણું સહન કરીએ છીએ. હવે, આત્મા માટે થોડું સહન કરો, તરી જશો.
કૃષ્ણ જેવા વિલાસ વૈભવ ગમે પણ સાથે હૈયું ધર્મ-પરમપદનું ધામ હોવું ઘટે. શ્રી કૃષ્ણ મહારાજા શ્યામલ કાનુડામાંથી મહારાજ થયા. રૂક્મિણી વગેરે મહારાણી અને હજારો રાણીનાં વલ્લભ રાધારમણ તરીકે વિખ્યાત થયા. તેમને રાજ્ય, રાણીઓ, વૈભવ અને વિલાસ બહુ ગમતાં પણ, હૈયામાં મુક્તિનો-ધર્મનો-પરમપદનો વાસ હતો.
પ્રારબ્ધથી બધું જ મળી રહેશે, ધર્મ તો પુરુષાર્થથી જ મળશે. ધર્મના બદલામાં દુનિયાની કોઈપણ વસ્તુ માગીએ તે નિયાણું કહેવાય. થોડોક પણ ધર્મ કોઈ ન જાણે તેમ અને થોડું દાન પણ કોઈ ન જાણે તેમ કરજો. તન
મન-ધનની તાકાત મોક્ષ માટે લગાડી દેજો.
લગ્ન એ માણસને નાથવાની ગહન વ્યવસ્થા છે.
નેમ-રાજુલની પ્રીત નવ નવ ભવની હતી. રાજિમતિ કહેતી, મારા તો એક નેમ ભગવાન છે, બીજું કોઈ નથી. નેમિનાથ દીક્ષિત થઈ, કેવળજ્ઞાન પામ્યા અને શાસન સ્થાપ્યું ત્યારે રાજિમતિએ પોતાનાં કાળા ભમ્મર લાંબા લાંબા કેશનો લોચ કરી પ્રભુનાં હાથે દીક્ષા લીધી.
થોડાં આત્મસ્પર્શી આત્મલક્ષી સુવાક્યો
ઉત્તમ સાથે ઉત્તમનો સંયોગ ઉત્તમતાને જગતમાં અદ્ભૂત બળ આપે છે. જાણે સુવર્ણ અને મણિનો સંયોગ!
આખરે જીવને શાંતિ જોઈએ છે. શાંતિ ક્યાંય નથી, આપણામાં જ છે, ખોળવા જ્ઞાન-સમજ જોઈએ. જ્ઞાન ગુરુ પાસેથી મળે છે. ગુરુ બિન જ્ઞાન કહાં સે પાઉં?
****************** 100 ******************