________________
સંઘ જેટલો વિખરાયેલો હશે તેટલો જ કમજોર હશે. જેટલો કમજોર હશે તેટલી અરાજકતા (Defects in Administration) જોર કરશે. કળિયુગમાં સંઘનું જ બળ છે. વિનય જોવો હોય તો જેનોના ઘરે જજો, ત્યાં જોવા મળશે, ગ્રંથોમાં લખ્યું છે. ભગવાને આપણને કેવી જવાબદારી સોંપી છે, વિચારજો. આ બધું વિચારવા જેવું છે. મોટાઓ સાથે માનથી અને નાનાઓ સાથે પ્રેમથી વર્તવું જોઈએ. માન આપવાથી વિનયગુણ સબળ બને છે. આપેલું માન તરત ફળે છે. યજ્ઞીય અધ્યયન - એક રોચક કથા
ઉત્તરાધ્યયન સૂત્ર - અધ્યયન ૨૫મું માનવને જોતાં, સાંભળતાં ને સમજતાં આવડી જાય તો બેડો પાર થઈ જાય. પશુ, પંખી, અરે કરોડો માનવોને પણ આંખ, કાન, બુદ્ધિ વગેરે બધું મળ્યું છે પણ તેનો ફાયદો મળ્યો નથી.
સમગ્રતાથી, ગહનતાથી જોતાં આવડી જાય તો સુંદર શરીરને હદલે હાડપીંજર જ દેખાય. (અશુચિ ભાવના?)
દુઃખી, દરીદ્ર, આપરાધી કે મડદાને જુઓ-નિરખો, મુક્તિના માર્ગે ચડી જશો. સર્પ દેડકાને પકડ્યો છે, ધીરે ધીરે એને ગળી રહ્યો છે. અડધો ગળાઈ ગયો. દેડકો જોર કરે છે પણ છૂટી શકતો નથી, બોલાય શકતો નથી. સર્પની દાઢ વળાંકવાળી છે એટલે શિકાર છૂટી શકતો નથી. પતંગિયું ઉડતું કૂદતું આવ્યું. દેડકો એને જીભથી પકડવા મથી રહ્યો. પતંગિયું એની આસપાસ ઉડી રહ્યું છે. દેડકો એ ભૂલી ગયો કે પોતે સર્પના મોઢામાં છે. જુઓ એની હાલત. ડ્રાઉં ડ્રાઉં પણ બંધ છે પણ એની માગણી બંધ નથી! ઈચ્છા, અભિલાષા ને કાંક્ષાને ઓળખીએ.
આપણી જિંદગીનું આવું જ છે. આંખો ક્યાં ફરે છે? જીભ ક્યાં સળવળે છે? મનની કેટકેટલી માગણીઓ, અભિલાષાઓ છે?