________________
એટલામાં ગગનમાંથી સમડી ઝપાટાભેર આવી. સાપને મોઢામાં લઈ ઉપાડી ગઈ. સર્પ ઝનૂનથી ભર્યો હતો. જીવતું જીવન પકડીને ગળી જવું એટલે શું? સર્વે દેડકાને અને સમડીએ સર્પને લીધો છે. પળવારમાં બધું જ પતી ગયું. જગ્યા સાવ ખાલી થઈ ગઈ!
કહે છે, રાત્રીભોજન કરવાથી સમળી, કાગડા, ઘુવડ, ગીધ, ચામાચિડીયા જેવા અવતાર થાય છે !
સમડીએ ચાંચ મારી સર્પની આંખો ફોડી નાખી ને પછી ફાડી ખાધો. જયઘોષ, વેદ-વેદાંતનો પરમ વિદ્વાન બ્રાહ્મણ આ બધું જૂએ છે અને ગહન અવલોકન કરે છે. વિદ્વાન કહે છે, કેવી અંધાધૂંધી, આપાધાપી, અરાજકતા વ્યાપેલી છે? દેડકાનો વિચાર કરતો હતો ત્યાં તો સર્પ જ સપડાયો. દરેકની પાછળ કોઈ ને કોઈ પડેલું જ છે. ખામોશી બિહામણી હતી.
બ્રાહ્મણ જીવસૃષ્ટિનો વિચાર કરવા લાગ્યો. આપણે પણ ક્યાંક આવો અવતાર પામીએ તો? ભયથી ઘેરાયેલ, ક્યાંય શાંતિ-નિર્ભયતા નહીં, સુરક્ષા નહીં. નાનકડું પેટ ભરવા કેવા જોખમ લેવા પડે? આપણાં સો વર્ષ પૂરા થતાં વાર કેટલી? આજનાં બનાવે એને હચમચાવી મૂક્યો. રસ્તામાં જતાં એક મુનિ મહાત્મા મળ્યા. સંયોગ અને સાધુનું સાંન્નિધ્ય મળ્યું. સાંન્નિધ્યમાં રહો એટલે પ્રભાવ પડે જ છે ! સાથે રહેવાથી સાંન્નિધ્ય મળે એવું નથી, અંતર્મુખ થવાની તક મળી.
આપણા પર પણ મોટી સમડી (કાળ) ચક્કર ભરતી ઊડે છે. જીવન એ કાળસર્પના મુખમાં ફસાયેલું છે. ઊંડાણથી વિચાર અને અવલોકન કરવાથી જોવાવિચારવાની પદ્ધતિ બદલાઈ જાય છે.
જયઘોષ બ્રાહ્મણે લાચારીભર્યા જીવનમાંથી ઉગરવાનો ઉપાય માગ્યો અને દીક્ષા ગ્રહણ કરી. સાધુજીવન અહિંસક છે. અહિં સર્વ જીવો સાથે મૈત્રિ જ મૈત્રિ છે, જીવન નિર્દોષ છે.
સાચી દિશા મળી, દશા બદલી, જયઘોષ સાધુ બન્યો. નિષ્પરિગ્રહી બહારથી સાવ ખાલીખમ દેખાય પરંતુ અંદરથી ભર્યા ભર્યા છે. ઈન્દ્ર પણ ઝંખવાઈ જાય. =================* ૧૦૨ -KNEF==============