________________
૩. પહેલા અને છેલ્લા જિનનાં સમયમાં સાધુઓને રંગીન વસ્ત્રોની છૂટ મળે
તો વક્ર અને જડ હોવાને કારણે વસ્ત્ર પરિધાન, શોભા આદિ કરવા લાગે. કપડાં પોતે જ રંગવા બેસી જાય. મધ્યમ જિનના સાધુઓ સમયાનુસાર જેવા કપડાં મળે તે અનાસક્ત ભાવે શરીરે વીંટાળે એટલે ત્યારે રંગીન વસ્ત્રોની
છૂટ હતી. ૪. એક આત્માને જીતી લેવાથી બધા જ શત્રુને સહેજે જીતી લેવાય છે.
પાશ એટલે બંધન. પરાધીનતા ઘોર બંધન છે. મમતા-માયાના બંધન કપરા અને જટીલ બંધન છે. બધાં જ સ્નેહ બંધન છે. આ પાશને જે છેદે છે તે
કર્મના બંધન તોડી “આનંદ”નું જીવન જીવે છે. ૬. તૃષ્ણાની વેલડી ખતરનાક છે. ફેલાતી જ રહે છે. તેને મૂળમાંથી જ ઉખેડવી
પડે.
૭. કષાય અગ્નિની વાળા સમાન છે. અગ્નિથીય વધુ જલદીથી બધું જ બાળીને
ખાક કરનાર ક્રોધાગ્નિ છે. તેને ઓલવનાર ભગવાનની વાણી છે. શાતા આપનારી અને પાણી જેવી શીતળ છે. તપ અને શીલનો મહાધોધ આ આગને ઠારે છે. મન એ દુષ્ટ અશ્વ સમાન છે. અવિચારી મન ખાડામાં નાખે છે. આગમ અભ્યાસરૂપ લગામ મનના ઘોડાને તાબામાં રાખે છે. નિગ્રહ કરાયેલ દુષ્ટ
અશ્વ પણ પછી ઈચ્છિત સ્થાને પહોંચાડે છે. ૯. માર્ગ અને ઉન્માર્ગ જ્ઞાનથી જણાય છે. માત્ર અનંતજ્ઞાની સર્વજ્ઞ પ્રભુએ
બતાવેલો માર્ગ જ સન્માર્ગ છે. અજ્ઞાની જીવો ચાલે ઘણું છે પરંતુ કશે જ
પહોંચતા નથી. ૧૦. સંસારના મહાસાગરમાં તણાંતા જીવને ઉત્તમ ધર્મરૂપી દ્વીપ જ આશરો
આપે છે. ધસમસતો પ્રવાહ પણ ધર્મદ્વીપ પર પહોંચેલા જીવોને રંજાડી શકતો નથી.