________________
રાજા સાવ જ આભો બની ગયો. અર્થગંભીર અને રણકતા શબ્દો ગૂંજતા રહ્યા. વેધક વ્યક્તિત્વ અને સહજ સરળતા! મહાત્માનાં સામ્રાજ્ય આગળ મારું તો સર્વસ્વ કંઈ જ નથી. રાજા મનમાં ને મનમાં મુનિને અભિનંદી રહ્યો. અમ્મલિત પ્રવાહની જેમ મુનિનાં વચનો જાદુ જગાવી ગયા. રાજા મુગ્ધ થઈ ગયો. શ્રેણિક સમકિત પામ્યો.
સમકિત એટલે સાચી સમજ, વીતરાગ દેવના પ્રણિત તત્ત્વોમાં અટલ શ્રદ્ધા. દેવ-ગુરુ-ધર્મની તત્ત્વત્રયીમાં અટલ શ્રદ્ધા.
શ્રીકેશી ગણધર અને ગૌતમસ્વામી
ઉત્તરાધ્યયન સૂત્ર - અધ્યયન ૨૩મું ભગવાન મહાવીર પૂર્વે, ૨૫૦ વર્ષે પાર્શ્વનાથ પ્રભુ થયા હતા. પાર્થ પ્રભુની શિષ્ય પરંપરામાં શ્રીકેશીકુમાર શ્રમણ મહાયશસ્વી તેમજ મતિશ્રુત, અવધિજ્ઞાનનાં ધારક મુનિ હતા. તેઓ શ્રીકેશી ગણધર તરીકે વિખ્યાત હતા.
શ્રીકેશી ગણધર અને ગૌતમસ્વામી તિંદૂક વનમાં મળ્યા અને ધર્મ તથા આચારોની ચર્ચા થઈ હતી. તેનું સંક્ષિપ્ત વૃત્તાંત. ૧. પ્રથમ તીર્થકરના સમયનાં જીવો સરળ અને જડ હતા. છેલ્લા ૨૪મા
તીર્થકરના સમયના જીવો વક્ર અને જડ છે. (હૃદયથી વક્ર અને બુદ્ધિથી જડ), મધ્ય ૨૨ તીર્થકરોના સમયનાં જીવો હૈયાથી સરળ (ઋજુ) અને બુદ્ધિથી પ્રાજ્ઞ હતાં. પરિગ્રહની પ્રતિજ્ઞામાં-નિયમમાં સ્ત્રીનો સમાવેશ થઈ જાય છે. પરંતુ એવી સમજણ ૨૩મા તીર્થંકરના સમયના જીવોમાં જ હતી માટે મહાવ્રત ૪ જ કહ્યાં. ૨૪મા તીર્થંકરના સમયના જીવોમાં એવી સમજ ન હોવાને કારણે (પાંચમું મહાવ્રત) પતિ અને પત્નીના નિમય માટે અલગ વ્રત સમજાવ્યું. તેમાં મૈથુન અલગ વ્રત તરીકે ઉમેર્યું અને પાંચ મહાવ્રત સમજાવ્યા. કાળનો પ્રભાવ જાણીને ૫ મહાવ્રત કહ્યા, વાસ્તવમાં ફેર નથી.