________________
****
***
પાસેથી કોઈ ખસતું નહીં, મારી પરતંત્રતા હતી, હું અનાથ હતો. હું ગૌરવ લેતો, અમે કોણ? પણ સમજાઈ ગયું, કે કાંઈ જ નથી. કપડાં, ઘરેણા, માન-મોટાઈ, ઉભરાતા ખજાના, લોકો ભલે વાંકા વળીને પગે લાગતાં હોય. આપણને લાગે પણ કોઈ જ વિશેષતા હોતી નથી.
રાજા! વિચાર કરતાં સંકલ્પ થયો કે સંસાર, જન્મ-મરણ-જરા-દુઃખવિપદાનું કારણ છે. સાધુતા સંસારનો નાશ કરનારી છે. મને ક્ષમાવાન ઈન્દ્રિય વિજેતા, નિરારંભી થઈ. સાધુતા સ્વીકારું કે પછી ક્યારેય વેદના સહન કરવી ના પડે. અચરજની વાત છે. રાજા, આ ચિંતનથી જ મારી વેદના શમવા લાગી. થોડી જ વા૨માં અચંબા વચ્ચે ઊંઘ આવી ગઈ.
અરે ! સવારે સ્વસ્થ સાજો-તાજો સ્ફૂર્તિવાળો શય્યામાંથી ઊઠ્યો. જે ધર્મને શરણે જાય તેની બધી પીડા જાય. અજંપા, કુતૂહલ, પ્રપંચ, અવિશ્વાસ, બધી જ દુર્બુદ્ધિ, બધો જ વિખવાદ નાશ પામે છે. સાચા અર્થમાં સ્વયંનો સ્વામી થઈ અનાથતા ટાળે છે.
બધા પૂછવા લાગ્યા, તને કેમ છે? રાતે તો તું તડપતો હતો. બહેનો તો કહે, અમે કેવી માનતા માનેલી?
મને એકદમ સારું છે. તમારી જેમ મેં પ૨માત્માને પ્રાર્થના કરીને માનતા માનેલી કે મને સાજો કરી દો, હું સાજો થતાં જ સાધુતા સ્વીકારીશ. મેં માતાપિતા, બહેનો, પત્નીઓને સમજાવી દીક્ષા લીધી. ધર્મના શરણે આનંદ આનંદ વર્તે છે.
આપણો આત્મા જ કમળનું ફૂલ અને એ જ બાવળનું શૂળ છે. સ્વયં જ સ્વયંનો શત્રુ કે મિત્ર છે. આપણે જેવા છીએ તેવા આપણે લીધે જ છીએ.
માગી લાવેલા માલથી ક્યારેય અમીર થવાતું નથી. સ્વ યા પરની સુરક્ષાબચાવની પૂરી જવાબદારી લે તે જ નાથ. માટે ભલા રાજા, તું પણ બધો કદાગ્રહ છોડી, મહાનિગ્રંથોના માર્ગે આવજે. તોજ તું તારો નાથ થઈ શકે છે. ને તોજ બીજાના નાથ થવાની યોગ્યતા આપણામાં આવે!
****************** & ******************