________________
***
અરે! અરે! શું કહો છો? હું તમને સુખ-ભોગ, સંપત્તિ-મિત્ર, જ્ઞાતિપરિવાર, મમતા-માયા ને મસ્તીભર્યા મહેલમાં લઈ જાઉં. તમારા બધા જ અરમાન પૂરા કરું હું!
ભોળો રાજા બાલમુનિનાં રૂપ-ગુણથી પ્રભાવિત થઈ ગયો. લોકો કોઈની સંપત્તિ-સ્ત્રી-કપડાં-ઘરેણાંથી ચિકત થાય છે. જ્ઞાની કહે છે, કોઈની ઉત્તમ ક૨ણીનો આશિક થજે, ગુણોનો ગ્રાહક થજે.
જોગંદર જેવા મહામુનિ, શ્રેણિકની બાલિશ વાત સાંભળી હસવા લાગ્યા. મુનિ બોલ્યા, ‘ભોળા રાજા, તને વહેમ છે કે તું સમર્થ છે. તારી પાસે તારું કાંઈ જ નથી. વાસત્વમાં તારો જ કોઈ રક્ષક નથી.
રાજા ચમક્યો, તમે મને અનાથ કહો છો ?
ના... ના... રાજા, તમે ઘણું સમજ્યા છો પણ તમને મારી પીડા સમજાણી નથી. તમે જાણો જ છો, કૌશાંબી નગરી પરાપૂર્વથી કેવી મહાન રહી છે. મારા પિતા ત્યાંના યશસ્વી ને સમર્થ રાજા છે. હું તેમનો એકાકી યુવરાજ. ઘણી રાજકન્યાઓને પરણ્યો. એક દિવસ એકાએક આંખમાં દુખાવો થયો. ત્યાંથી આખા શરીરમાં ફેલાયો. અણિયાળી સોય જેમ ભોંકાય તેવી અસહ્ય પીડા રોમેરોમમાં થવા લાગી.
જ્ઞાની કહે છે : સહન કરતા શીખજો. ભૂખ્યા રહેતા, ચલાવતા, નિભાવતા શીખી લેજો. ઘણું સારું પડશે. દયાળુ ને પરોપકારી થજો. ભવાંતરમાં તમને પીડાઓ સહેવાનો વારો નહીં આવે. મહારાજાએ છણકો કર્યો, હું તમને માંદા પડવા જ નહીં દઉં. આટલી કાયરતા શાને ?
રાજા, મેં જે કહ્યું તે સાવ સાચું છે. ધન્વંતરી વૈદ્ય પણ મને ક્ષણમાત્ર શાંતિ ન અપાવી શક્યા. આ મારી પ્રથમ અનાથતા. મારા પિતાશ્રી સર્વસ્વ આપવા તૈયાર થયા તોય મને આ રોગથી ન છોડાવી શક્યા. તે મા૨ી કેવી નિર્નાથતા? મારી વહાલી માતા પણ મને દુઃખથી ન છોડાવી શકી. કેવી અનાથતા!
મારા વહાલસોયા ભાઈઓ, બહેનો, પત્નીઓ કંઈ ના કરી શક્યા. મારી ****************** er ******************