________________
****
܀
***
હેરાની એ વાતની છે કે જે તમને મળ્યું છે ત્યાં તમારી નજર પહોંચતી નથી અને નથી મળ્યું ત્યાંજ તમારી નજર લાગેલી છે. ન મળેલાની ઝંખનામાં ક્યાંક મળેલું પણ ચાલ્યું ન જાય ? તેનું ધ્યાન રાખજો. યાદ રહે, મહાવી૨ દેવનાં શાસનમાં આપણે જન્મ્યાં અને જૈનકુળના પ્રતાપે જન્મ લેતાં જ દુનિયાની ઉત્તમ સામગ્રી આપણને મળી ગઈ છે.
‘ઉત્તમનાં ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ' આ ગુણ ભરવાની અલૌકિક કળા છે, જે બધાને નથી આવડતી. નમે તે સૌને ગમે.
શ્રેણિક સમકિત પામ્યો ઃ કથા
વીસમું મહાનિશ્ર્ચથ અધ્યયન
ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રેણિક અને અનાથિ મુનિ : શ્રી સુધર્માસ્વામી જંબૂસ્વામીને સમજાવી રહ્યાં છે. શ્રેણિક પ્રસેનજિત રાજાનાં સો પુત્રોમાંનો સહુથી નાનો રાજકુમાર હતો. તે જેટલો ચબરાક તેટલો જ સમજણો, નમ્ર, સાહસી અને સ્વમાની હતો. ચેલ્લણા, વૈશાલીની સાત રાજકુમારીઓમાં સૌથી નાની શ્રેણિકને મનથી વી ચૂકી હતી. શ્રેણિકે તેમનું ધોળા દિવસે અપહરણ કર્યું હતું. મગધની પટ્ટરાણી બની. સ્વયંને બુલંદ કિસ્મતવાળી માનતી.
-
સંસ્કારી નારીના સંસારમાં આત્માની સુગંધથી બધું જ મહેકતું હોય છે. ચેલ્લણા તો મહાવીર ભગવાનની પરમ ઉપાસિકા હતી. શ્રેણિક પાસે બધું જ હતું પરંતુ વીતરાગ ભગવાનનો ધર્મ જ નહોતો.
શ્રેણિક ‘મંડિતકુક્ષિ’ ઉદ્યાનમાં આવ્યો. વૃક્ષ નીચે ગૌ૨વર્ણ, સુંદર, સુકોમલ, અદ્ભૂત રૂપ, સ્નેહસભર મોટી આંખોથી અલંકૃત પરમાત્માને જોયા. ક્યાં આ દુર્લભ જવાની અને ક્યાં આ જંગલવાસ. કઠોર વ્રત તમે શાને લીધું ? તમને શું તકલીફ હતી? રાજાએ વિનયપૂર્વક હાથ જોડી પૂછ્યું.
વાહ રાજા! સરસ વાત પૂછી? શું કહું? મારું કોઈ જ ન હતું, હું સાવ જ એકલો અટૂલો અનાથ હતો. એક સાચો-સારો મિત્ર પણ ન મળ્યો. તેથી મેં યુવાનીમાં આ વ્રત લીધું !
****************** 3 ******************