________________
मस्जीद तो बना ली दम भरमें, ईमान की हरारतवालों ने ।
दिल तो वो पूराना पापी रहा, बरसों में नमाजी न बन सका ।। * શાંતિ-સમાધિનાં મોલ સમજી જઈએ તો ખબર પડે કે, ઓહ! શાંતિ સમીપ
હતી પણ મેં જ હાથ લંબાવ્યો નહીં. કોશિષ જ ના કરી. જીવન પૂરું થઈ જાય અને શાંતિ હાથ જ ના આવે એવું ના બને, જોજો ! ઘર ઉમદા સ્થાન બની શકે છે. શાંતિ જોઈએ! સ્વયંમાં વસો, સ્વયંમાં જીવો, સહન કરતાં શીખો, સહયોગ આપો ત્યાં,
જ્યાં આત્માનું સાધવા મળે. ઉન્માર્ગથી ગાઉ દૂર.... યોજનો દૂર. * તપ કરવાથી આત્મા અને શરીર બંને સરસ થઈ જાય છે. સમ્યક્તપ જોઈએ.
તપ એ જૈન શાસનની અદ્ભુત વ્યવસ્થા છે. આચાર્ય મહારાજ સમજાવે છે : તમારે જ સફર પૂરી કરવાની છે. જેટલા વહેલા ચાલશો તેટલા વહેલા પહોંચશો. मगर बैठ रहने से चलना है बहेतर, कि है अहले हिंमत का मालिक यावर । जो ठंडक में चलना न आया मयस्सर, तो पहुचेंगे हम धूप खाखाके सर पर ।। આશા મૂકી દો, કોઈ આવવાનું નથી. તમારે જ જવાનું છે. પ્રાણને લઈને વહેનારી નાડી ગળામાં સાવ જ નજીક છે. જીવન થંભી જાય દબાવીએ તો, પણ પ્રભુ તેનાથી પણ આપણી નજીક છે ! આખા પ્રતિક્રમણનો સાર ૩ શબ્દોમાં છે. મન-વચન-કાયાની તાકાત? सब्बस वि देवसीय, 'दुचिंतिय, दुभासिय, दुचिट्ठिय' मिच्छामि दुक्कडं । દિવસ સંબંધી બધું કંઈ) ખરાબ ચિંતવ્યું, ખરાબ કહ્યું ને ખરાબ કર્યું
(તે બધું જ પાપ હતું), આ મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ, નાશ પામો. * તીર્થ, પ્રવચન, સંઘ, શાસન આ એક જ વસ્તુના નામો છે. તારે તે તીર્થ
કહેવાય. શત્રુંજય વગેરે સ્થાવર તીર્થ છે અને ચતુર્વિધ સંઘ તે જંગમ તીર્થ કહેવાય.