SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ એક વર્ગ શ્રી કાનજીસ્વામીનો અને એક વર્ગ શ્રીમદ્ રાજચંદ્રજીનો. મતભેદથી સંઘ કમજોર પડે છે. કળિયુગમાં તો સંઘ જ બળ છે. જ્યાં બળ છે ત્યાં અવાજ અને જ્યાં અવાજ તેને સહુ સાંભળે? વિચારવાનું ફક્ત એક જ છે કે, આપણે સહુ ક્યાં છીએ? જુદા ક્યાં પડીએ છીએ એના કરતાં ક્યાં મળીએ છીએ, ક્યાં એક છીએની ધગશથી ધર્મશાસન મજબૂત બનાવીએ. ઈરાદા સારા હોવા જોઈએ! સમસ્ત સૌભાગ્યના સ્વામી, સર્વ સંપદાના દાની ભગવાન મહાવીર દેવ, પોતાનાં અંતિમ વર્ષકાળમાં અપાપા નામની નગરીમાં પોતાની અંતિમ દેશના'માં જે ફરમાવી ગયા, “હે જંબૂ! તે જ હું તને કહું છું.” એવું સુધર્માસ્વામીએ જંબુસ્વામીને કહ્યું. એમાંથી અધ્યાત્મના મોતી અહીં વેરવાનો સંકલનરૂપ પ્રયત્ન કર્યો છે. જ આપણો આખોય ધર્મ જીવદયા પર ઊભો છે. ભગવાને માણસ જાતને ભલામણ કરી છે કે, તમે એવું જીવન જીવજો કે તમારા જીવતર માટે કોઈપણ જીવને પીડા ન પહોંચે! જ માણસના ચાલવા માત્રથી સૃષ્ટિમાં એક ભય ઊભો થાય છે. જ ભગવાને કહ્યું, “આત્માને સમિતિથી સિમિત અને ગુપ્તિથી ગુપ્ત કરજો.” પાંચ સમિતિ છે અને ત્રણ ગુપ્તિ, આ આઠે પ્રવચન માતા કહેવાય છે. * બુદ્ધિની નિર્મળતા, હૃદયની સરળતા અને વિચારોની પરિપક્વતા વિના સાચું જાણવાની ઉત્કંઠા જાગતી નથી. * તું તારા ઘરમાં જ ભૂલો પડ્યો છે. જરા શોધે તો માર્ગ જડે. યાદ રહે, જીવ ભોગોથી ક્યારેય ધરાતો નથી. વિચારોનો પ્રભાવ તરત આત્મા પર પડે છે! ધનવાનને એના ખુશામતીઆ ઘેરી વળે છે, તેથી તે ફૂલાઈ જાય છે ને અભિમાન કરે છે ! * આચાર્ય મહારાજ હિન્દીમાં સમજાવે છે : Kakkkkkkkkkkkkkkkk ૯૧ kkkkkkkkkkkkkkkkkk
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy