________________
ધ્યાન
મંદિરની અધખુલ્લી બારીમાંથી
રોકતો રહ્યો વરસાદની આવતી ભીનાશને
ભગવાનના ધ્યાનમાં... કાચ પરનાં સરકતાં બિંદુઓ
દિપકની જ્યોત સમીપ આવી ભળ્યું સુરભીમય આકાશમાં.
જીવને વળગ્યું લાગણીનું ધુમ્મસ..! વરસાદ હવે ના અટકે તો સારું.. હું ખોવાઈ ગયો છું દીપકની બુઝાતી જ્યોતનાં અંતરમાં કશે ક્યાંક મોક્ષની કેડી પર?
ધ્યાનમાં...!!!
“શ્રદ્ધાંધ”
=================^ ૧૩૨ -KNEF==============