________________
૭. વાત્સલ્ય દર્શનાચાર : દર્શનગુણના કારણે જન્મેલો અનહદ ધર્મરાગ
વાત્સલ્યનો મૂળ સ્તોત્ર છે ! વાત્સલ્યમાં સામાના હજાર દોષો પચાવી શકે, માની જેમ! ધર્મી, ગુણિયલ, સમ્યક્રદૃષ્ટિ જીવને જોતાં અંતરમાં પ્રગટતો ભાવ તે વાત્સલ્ય. જૈન સાધુ સંસ્થાની અજોડતા વાત્સલ્ય ઉપજાવે. ભગવાનની અંતિમ ૧૮ પ્રહરની દેશનામાં, સર્વ શ્રોતાઓ બેસી રહ્યાં હતાં. કેમ? મયણા'નું
વાત્સલ્ય પણ અજોડ હતું. ૮. પ્રભાવના દર્શનાચાર : બીજાને ઉદ્યમ તત્ત્વ પમાડવાનો શ્રેષ્ઠ ઉપાય. જ તીર્થકરોની દેશના અનેક જીવોને ભવસાગર તરી જવાની તાલાવેલી
કરાવે છે. પાત્રતા જોઈએ. કાણી ડોલ કે ઊંધી ડોલ ના ભરાય તેમાં વરસાદ શું કરે?
* ચંડકૌશિક મહાવીરના બે શબ્દ પામી ગયો, પ્રભાવના ઉત્તમ હતી. જ અપરિચિત વ્યક્તિને જોતાં થતાં ભાવો પરલોકની ખાત્રી કરાવે છે. જ જીવન દરમિયાન પરાકાષ્ઠા સ્તરનો દ્રવ્ય ઉપકાર કોનો? મા-બાપનો.
એમણે જીવન આપ્યું. મા-બાપ ધર્મ પમાડે તો ભાવ ઉપકારી પણ ખરા! ધર્મ પમાડવાનો, પામવાનો ઉપાય પ્રભાવના, જિનાજ્ઞા. સુલસા, ચંપા
શ્રાવિકા, દમયંતિ-મયણા ગીતાર્થ જીવો હતાં. * જિનાજ્ઞાનો રોજિંદા જીવનમાં અર્થ શું?
જે ધર્મ પામ્યા છો એ ઊંચો અને યથાર્થ લાગ્યો હોય તો વફાદાર બની એને વળગીને ચાલો. લાયક વ્યક્તિ, ગુરુ પાસેથી ધર્મ પ્રભાવના પામો અને અન્યને, સામેની લાયક વ્યક્તિને ધર્મ પમાડો. દર્શનાચારનું પાલન ક્યારે? રોજે રોજ.