________________
૭. સંક્રમણ (આવા પગમન) : એક પ્રકારના કર્મ પુદ્ગલોની સ્થિતિ વગેરેનું બીજા
પ્રકારના કર્મ પુગલોની સ્થિતિ આદિમાં પરિગમન થવું તે. સજાતીય
પ્રકૃતિઓમાં જ સંક્રમણ થાય છે. ૮. ઉપશમન (તબુ) : કર્મની જે અવસ્થામાં ઉદય કે ઉદીરણાનો સંભવ નથી તે
અવસ્થાને ઉપશમન કહે છે. આ અવસ્થામાં ઉદવર્તના, અપવર્તન, સંક્રમણ
થઈ શકે છે. ૯. નિધત્તિઃ જેમાં ઉદીરણા અને સંક્રમણનો સર્વથા અભાવ હોય તે અવસ્થા.
ઉદવર્તન અને અપવર્તન થઈ શકે છે. ૧૦. નિકાચના (નિયતિ)ઃ જેમાં ઉદ્વર્તના, અપવર્તના, સંક્રમણ અને ઉદીરણા એ
ચારેય અવસ્થાઓનો સંભવ નથી તે અવસ્થા. જે રૂપે કર્મ બંધાયું તે રૂપમાં
જ અનિવાર્ય પણે ભોગવવું પડે છે. ૧૧. અબાધ (અનુદય) : કર્મ બંધાયા પછી અમુક સમય સુધી કોઈ પણ પ્રકારનું
ફળ કર્મે ન આપવું એ કર્મની “અબાધ” અવસ્થા છે. કર્મના આ કાળને અબાધાકાળ કહે છે. (અનુદય કાળ) અપવાદઃ આવું કર્મની ૪ પ્રકૃતિઓમાં સંક્રમણ થતું નથી.
દર્શન મોહનીયનું ચરિત્ર મોહનીયમાં સંક્રમણ થતું નથી. દર્શનની ઘાતક, ચારિત્રની ઘાતક.
દર્શન મોહનીયનું ૩ ઉત્તર પ્રવૃતિઓમાં સંક્રમણ થતું નથી. કર્મો પોતાની સ્થિતિબંધ અનુસાર ઉદયમાં આવે છે અને ફળ દઈ આત્માથી અલગ થઈ જાય છે. આનું નામ નિર્જરા છે. જે કર્મની જેટલી સ્થિતિમાં બંધ થયો હોય તેટલી અવધિ સુધી ક્રમશઃ ઉદયમાં આવે છે.
કર્મનો પરાકાષ્ઠાનો ઉદય નિગોદમાં છે, ત્યાર પછી એકેન્દ્રિયમાં છે.
કર્મોના પ્રદેશ : જીવ પોતાની કાયિક આદિ ક્રિયાઓ દ્વારા જેટલા કર્મપ્રદેશો (કર્મ પરમાણુઓ)નું ગ્રહણ કરે છે તે કર્મપ્રદેશો વિવિધ પ્રકારના કર્મોમાં વિભક્ત થઈને આત્મા સાથે બદ્ધ થઈ જાય છે.