________________
અશુભ કર્મોનાં મૂળીયા પણ કાપી શકાશે. શુભ ધ્યાન/શુદ્ધ ધ્યાનરૂપી અગ્નિથી કર્મરૂપી ઢગલા બંધ કાષ્ટસમૂહ ખાખ
થઈ જાય છે. આ જીવાત્મા જન્મના પ્રથમ સમયથી પોતાના આયુષ્ય કર્મના દલિકોને ભોગવી રહ્યો છે. કોઈ ૭૦મા વર્ષે મરણ પામે પણ આયુષ્ય કર્મના સર્વ દલિકો
એકી સાથે વર્ષે નથી ભોગવાતા. પ્રતિક્ષણ આયુષ્ય કર્મ ક્ષય પામતું હોય છે. છે પરવશતાને લીધે ઈચ્છા વિના ભૂખ-તરસ સહન કરે, બ્રહ્મચર્ય પાળે. કારણ
અનુકૂળ સંજોગો ન હોય, હાડમારી આદિ વેઠે વગર ઈચ્છાએ. આને અકામ નિર્જરાના કારણે કર્મ ક્ષય થયો કહેવાય. આ પરવશતા હોવા છતાં પચ્ચખાણ, ગુરુ ઉપદેશ આદિ શ્રદ્ધાથી અને ઈચ્છાપૂર્વક સહન કરવાથી સકામ નિર્જરાના કારણે કર્મો ક્ષય થાય છે.
કર્મની વિવિધ અવસ્થાઓ
કર્મ સાહિત્ય અને આગમિક પ્રકરણોમાંથી ૧. બંધ : ૪ પ્રકારે. પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ, અનુભાગ (રસબંધ). ૨. સત્તા (સંચિત) : કર્મનો ક્ષય થાય ત્યાં સુધી આત્મા સાથે વળગેલા રહે તે
અવસ્થા. ફળ આપ્યા વગર વિદ્યમાન પડ્યા રહે. ૩. ઉદય (પ્રારબ્ધ) ફળ આપવાની અવસ્થાનું નામ ઉદય. ઉદય થયા બાદ ફળ
આપી કર્મ નિર્જરા, ક્ષય પામે છે. ૪. ઉદીરણાઃ નિયત સમય પહેલા ઉદયમાં આવનારી અવસ્થા. જે કર્મનો ઉદય
ચાલતો હોય તેની સામાન્યતઃ ઉદીરણા. ૫. ઉદવર્તના (ઉત્કર્ષણ) : બદ્ધ કર્મની સ્થિતિ અને રસમાં અધ્યાવસાય. વિશેષને
કારણે વધારો થવો. ૬. અપવર્તના (અપકર્ષણ) : ખાસ કારણો (અધ્યાવસાયો) દ્વારા સ્થિતિ અને
રસમાં ઘટાડો થવો.