________________
કર્મ આદિ ભગવતી સૂત્ર સાર સંગ્રહ – લેખક : સ્વ.પૂ. વિદ્યાવિજયજી મ. કર્મોનો પ્રવાહ અવિરત ચાલુ જ હોય છે. બંધાયેલા કર્મો પોતાની સ્થિતિનો ક્ષય થતાં પ્રથમ સમયથી જ ચાલવા માંડે છે.
ઉદીરણાનો અર્થ : ભવિષ્યમાં લાંબા કાળે ઉદયમાં આવનારા કર્મ દલિકો સધ્યાન, સ્વાધ્યાય તથા સાત્ત્વિક તપશ્ચર્યાનાં બળે આત્માનાં વિશિષ્ટ અધ્યાવસાયો ખેંચી, ઉદયાવલિકામાં પ્રવેશ કરાવવાની આત્માની વિશેષ શક્તિ તે ઉદીરણા.
અશુભમજી : અશુભ/અશુદ્ધ વિચારોમાં પ્રતિ સમયે કર્મ દલિકોને આત્માનાં પ્રદેશોમાં ભેગા કરે છે. કર્મો ઉપાર્જન કરે છે.
શુભમજી: સમ્યકદર્શન, અષ્ટપ્રવચન માતાના પાલન દ્વારા રાગ-દ્વેષ, વિકથા, પ્રમાદથી દૂર રહે છે. પ્રતિક્ષણ પરમાત્માના ધ્યાનમાં લીન રહે છે. શુભ/શુદ્ધ વિચારોમાં લાંબાકાળે ઉદયમાં આવનાર કર્મો ખપાવે છે.
અતઃ બાંધેલા કર્મોના ઉદય બે પ્રકારે. ૧. કર્મો પોતાના સ્થિતિ પૂરી થયે ઉદયમાં આવે.
અનિકાચિત કર્મોને ઉદીરણાથી કર્મોનું ફળ ભોગવ્યા વિના કર્મોનાં પ્રદેશોને ખપાવી દે છે. આત્મ પ્રદેશોથી ખરી પડવાની, છૂટા પડવાની
શરૂઆત કરી દે છે. અપ્રમત્ત અવસ્થા આત્મામાં અજોડ શક્તિ પ્રગટાવે છે. દીર્ધકાળનાં કર્મોને ઓછા કાળની સ્થિતિવાળા કરી શકે છે.
અશુભ કર્મોનો તીવ્ર રસ, પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત્ત-દુષ્કૃત્યોની વારંવાર આલોચના વડે મંદ રસવાળા કરી શકે છે. આને અપવર્તના કહે છે. જો વધુ અશુભ/અશુદ્ધ ભાવો ભાવતો રહે તો ઉદવર્તના કરણ થાય છે. મંદ રસ તીવ્ર બને છે.
તાત્પર્ય : શુભ,શુદ્ધ ભાવનામાં રહેતાં શીખો.
જ બાંધેલા અશુભ કર્મોનો રસ મંદ કરી શકાશે. આ ભાવના તીવ્ર બને તો =================K ૩૮૭ -KNEF==============