________________
જ પ્રદેશ અને અનુભાગઃ
પ્રદેશ એટલે કર્મના પુદ્ગલો. જીવનમાં પ્રદેશોમાં કર્મ પુદ્ગલો ઓતપ્રોત છે તે પ્રદેશકર્મ કહેવાય છે, અને તે જ કર્મપ્રદેશોનો અનુભવાતો રસ અને તપ જે કર્મ તેનું નામ અનુભાગ કર્મ. આ બેમાં પ્રદેશકર્મનું વેદવું નિશ્ચિત છે. કર્મપ્રદેશોનો વિપાક નથી અનુભવાતો છતાં કર્મપ્રદેશોનો નાશ નિયમે થાય જ છે. અનુભાગ કર્મ વેદાય પણ અને નથી પણ વેદાતું.
પુદ્ગલ ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં જરૂર રહેશે. પુગલોનો અર્થ બરાબર પરમાણુ કરવામાં આવ્યો છે.
ભગવાને ફરમાવ્યું કે, હે ગૌતમ! પુલ પરમાણુઓ ત્રણે કાળે શાશ્વત છે, કેમકે જે “સ હોય છે તે ક્ષેત્ર અને કાળને લઈને તિરોભાસી રૂપે અર્થાત્ રૂપાંતર અવસ્થાને પામી શકે છે. પરંતુ સર્વથા નાશ પામી શકાતું નથી. માટીમાંથી માટલું બને, પાછું ફૂટે ત્યારે ઠીકરાં રૂપ થઈ સમય જતાં માટી દ્રવ્યરૂપે પરિણમે છે. કારણ માટી દ્રવ્ય “સત્ છે. સત્ સર્વથા નાશ પામતું નથી. દીપકનો પ્રકાશ અને અંધકાર બંને, જેના દર્શનમાં પુદ્ગલ દ્રવ્યરૂપ મનાયા છે. કોઈ પણ કાળે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તથા જીવો સર્વથા નાશ પામતા નથી. જીવો તથા પુદ્ગલો વિનાનો સંસાર પણ નથી અને સંસાર પણ જીવ અને પુદ્ગલોથી ખાલી નથી.
પુગલોનો ચમત્કારઃ અડદની દાળ મનને લલચાવી આસક્તિ જગાવે છે. જીવ, ઈન્દ્રિયના ભોગ અને લાલસાને જીવનનું સર્વસ્વ માની બેસે ત્યારે પુદ્ગલ પદાર્થ ચમત્કાર બતાવવા તૈયાર જ હોય છે.
પુદ્ગલો છોડવાના નથી, તેમના પ્રત્યેની લાલસા છોડવાની છે. સ્ત્રી છોડવાની નથી તેમના પ્રત્યેનો દુરાચાર છોડવાનો છે. શ્રીમંતાઈ કે સતા છોડવાની નથી, તેમના પ્રત્યેની સાધ્ય ભાવના ત્યાગી સાધનભાવ પેદા કરવાનો છે.