________________
* સીમાતીત વિષય વાસના, ભોગ વિલાસ, પરિગ્રહની મમતા. જ જીવાત્મા પ્રતિ સમય જ્ઞાન, દર્શન ઉપયોગવાળા હોવા છતાં જ્યારે સામગ્રી
વશાત્ રાગ તથા વેષની વેશ્યાઓ વૃદ્ધિ પામે છે ત્યારે કર્મોનું બંધન થાય છે.
સામાન્ય અને વિશેષ અધ્યાવસાયોથી બાંધેલા કર્મોના વિપાક (ફળ)ની પ્રાપ્તિ સમયે ઉદયમાં આવેલા, પારકાથી ઉદયમાં લાવેલા અને સ્વ તથા પર નિમિત્તને લઈને ઉદયમાં આવે છે.
દા.ત. મનુષ્ય અને તિર્યંચના અવતારમાં “નિંદ્રા' નામનું દર્શનાવરણીય કર્મ વિશેષ પ્રકારે ઉદયમાં હોય છે. જ્યારે નારકો અને દેવોને નિંદ્રાનો ઉદય અપેક્ષાએ ઘણો ઓછો હોય છે.
પરને કારણે કર્મોનો ઉદય કોઈ માણસ પત્થર ફેંકે અથવા તલવાર કે લાકડી વડે આપણા પર હુમલો કરે ત્યારે આપણને અશાતાવેદનીય કર્મ ઉદયમાં આવે છે.
કર્મનો ૧૦ પ્રકારે રસોદય હોય છે. પ દ્રવ્યન્દ્રિયો વડે અને ૫ ભાવેન્દ્રિયોથી. ઈન્દ્રિયો વિષે ઃ ઈન્દ્રિયોના બે ભેદઃ ૧. દ્રવ્યક્રિય અને ૨. ભાવેન્દ્રિય દ્રવ્યક્રિય : ઈન્દ્રિયોના આકાર રૂપે બને છે તે. (તેના બે ભેદ) ૧. નિવૃત્તિ બ્રાહ્યરૂપ ઈન્દ્રિયોનો આકાર દેખાય છે. તે નિવૃત્તિ અને અંદરનો
આકાર તે અત્યંતર નિવૃત્તિ. ૨. ઉપકરણઃ અત્યંતર નિવૃત્તિ, ઈન્દ્રિયની ગ્રહણ શક્તિ તે ઉપકરણેન્દ્રિય. ભાવેદ્રિય ઃ કર્મના ક્ષયોપશમની અપેક્ષાથી તે તે વિષયોને ગ્રહણ કરવાની પરિણતિ વિશેષ તે ભાવેન્દ્રિય. આત્મા સાથે સંબંધ ધરાવે છે. ૧. આત્માની વિષય ગ્રહણ કરવાની શક્તિ તે લબ્ધિ ભાવેન્દ્રિય. ૨. આત્મા પોતે ઉપયોગ વાળો થઈને વિષયોને ગ્રહણ કરે તે ઉપયોગેન્દ્રિય. સીમાતીત વિષય વાસના, ભોગ વિલાસ, પરિગ્રહની મમતા તથા અતિ ઉત્કટ પાપોના કારણે જીવ એકેન્દ્રિયનો અવતાર પામે છે. આમાં પૃથ્વીકાય, અકાય,
અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય જીવોનો સમાવેશ થાય છે. =================K ૩૮૫ -KNEF==============