________________
જ નથી હોતી. પાણીમાં મેળવણ નાંખવાથી જેમ દહીં કદીયે ના બને તેમ. તીર્થકર સાક્ષાત્ને સાંભળે છતાં તેમની દેશના અભવ્ય જીવમાં મોક્ષે જવાની યોગ્યતા ન જ આવે. અભવ્યનો ઉપદેશ સાંભળી ૫૦૦ શિષ્યો મોક્ષે જાય તેવું બને પણ ખુદ પોતે મોક્ષે જવામાં માનતો જ નથી. * આપણે ભવ્ય કે અભવ્ય?
પાલીતાણા શત્રુંજયની જાત્રા કરનારો ભવ્ય જ હોય. જેને પ્રશ્ન થાય કે હું ભવ્ય કે અભવ્ય તે જીવ પણ ભવ્ય જ હોય. દા.ત. નાનું બાળક માને પૂછે કે, હું બોબડો કે બોલતો? તું બોલતો છે નહીં તો સવાલ પૂછે જ કેવી રીતે?
ભવ્ય કાયમ ભવ્ય જ રહે; અભવ્ય કાયમ અભવ્ય જ રહે. આનું કારણ મુખ્યપણે તેનો “સ્વભાવ છે. કોરડું મગને તેવો કોણે બનાવ્યો? તેના સ્વભાવે. ગમે તે સંયોગ થવા છતાં કોરડું જ રહે તેવા અભવ્ય.
દુનિયામાં ધર્મી કરતાં પાપી વધારે દેખાય છે છતાં હકીકતમાં, અભવ્ય કરતાં ભવ્ય જીવોની સંખ્યા અનંતગણી છે. અસંખ્યાત સંખ્યાના ૯ પ્રકારો છે. પૂર્વ પૂર્વના અસંખ્યાતા કરતાં પછી પછીનાં અસંખ્યાતા મોટા મોટા હોય છે. નવે નવ અસંખ્યાતા બાદ અનંત આવે. અનંતાનાં પણ ૯ પ્રકારો છે. આ વિશ્વમાં ૯મા અનંતા પ્રમાણે કોઈ જ વસ્તુ કે પદાર્થ નથી. એટલે વિશ્વનાં સર્વ આત્માઓ ૮મા અનંતા જેટલાં કહ્યાં છે.
તેમાનાં ચોથા અનંતા અભવ્ય આત્માઓ છે. પાંચમા અનંતા આત્માઓ મોક્ષે ગયા છે. આઠમા અનંતા આત્માઓ ભવ્ય છે.
સોયનાં અગ્રભાગે રહે તેટલા બટાટા, કાંદા વગેરે કંદમૂળનાં કણિયામાં પણ આઠમાં અનંતા જેટલા જીવો છે. માટે જ કંદમૂળ ખાવાની જૈન ધર્મમાં ના કહી છે. કંદમૂળ ભક્ષણ મહાપાપનું કારણ છે. માનવ જીવન મળ્યા બાદ પાપના રસ્તાઓ ક્યા છે તે જાણી લેવું પડે, પુણ્યના રસ્તાઓની જાણ પણ કરી લેવી પડે અને તો જ સુખ-દુઃખનો હિસાબ માંડી જીવન જીવી શકાય! =================^ ૨૧૭ -KNEF==============