________________
***
અચરમાવર્ત કાળમાં કર્મો બળવાન, પુરુષાર્થ માયકાંગલો. ચ૨માવર્ત કાળમાં પુરુષાર્થ બળવાન, કર્મો માયકાંગલા.
જેટલો ધર્મ, ધર્મ અનુષ્ઠાનો આદિમાં ૨સ વધારીએ એટલી આરાધના વધે અને વિરાધના અટકે !
નિયતિ, ગણિતના દાખલાની પાછળ જે જવાબ છે તેના જેવી છે. પણ તે જવાબ લાવવા ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી બધી રીતો કરવી પડે તેના જેવો પુરુષાર્થ છે.
દાખલાનો જવાબ નક્કી જ છે. છતાં પુરુષાર્થ વગ૨ જવાબ ના મળે. નિયતિ ના જાણીએ ત્યાં સુધી પુરુષાર્થ કરવો જ પડે!
ભવ્ય-અભવ્ય જીવો
અવ્યવહા૨ રાશિની નિગોદમાંથી બહાર નીકળેલા આત્માઓની બે જાતની મુસાફરી શરૂ થાય છે.
܀
૧. ગોળ બંગડી જેવો માર્ગ : ચક્કર ચક્કર ફરવાનું, અંતનાં આવે. ૨. કુંડાળા મોટા મોટા થતાં જાય અને છેડો પણ આવે.
પહેલો માર્ગ મોક્ષે કદીય ના પહોંચાડે, ઘાંચીનાં બળદની ગતિ. બીજો માર્ગ મોક્ષ સુધી લઈ જાય.
નિગોદમાંથી બહાર નીકળેલા આત્માઓ પોતે બે પ્રકારનાં હોય છે. ૧. ભવ્ય (મોક્ષની યોગ્યતાવાળા)
૨. અભવ્ય (કદીયે મોક્ષ ના જઈ શકનારા)
૫૦૦ શિષ્યોના ગુરુ બને તોય બંગડી જેવા માર્ગે જ ચાલે.
અવ્યવ્હાર રાશિની નિગોદનાં જીવો એકેન્દ્રિય જ હોય. તેને સ્પર્શેન્દ્રિય સિવાયની અન્ય ઈન્દ્રિયો ન હોય.
ભવ્ય જીવમાં મોક્ષે જવાની યોગ્યતા હોય અને અભવ્ય જીવમાં તેવી યોગ્યતા ****************** 29 ******************