________________
પાક્યો એટલે અચરમાવર્તમાંથી ચરમાવર્તમાં આવ્યો. બાકીનાં અડધીઆમાં પહોંચવા પુરુષાર્થ કરવો પડે.
મોક્ષ ગમે, સંસાર ન જ ગમે. મોક્ષ સંબંધી પદાર્થો ગમે, સંસાર સંબંધી પદાર્થો ન જ ગમે! પહેલાં ભગવાન પછી જ આખી દુનિયા!
લગ્ન પછી રાત્રીએ શ્રીપાળે મયણાને પૂછ્યું, કાલે સવારે શું કરીશું?
મયણાએ એમ ના કહ્યું કે, વૈદરાજ પાસે જઈ કોઢ મટાડીએ કે મામાને ત્યાં આશરો લઈએ કે બહેનપણીનાં ઘરે વસીએ. મયણાએ કહ્યું કે, “કાલે સવારે સૌ પ્રથમ ભગવાન ઋષભદેવનાં દર્શનાદિ કરીશું.” મયણા-શ્રીપાળને મન ભગવાન પહેલાં હતાં. આપણે? ભગવાન અને ગુરુનો નંબર સૌથી છેલ્લો!
અર્ધપુદ્ગલમાં પ્રવેશવું હોય તો પ્રથમ નંબર દેવ, ગુરુ, ધર્મનો. ગુણો તરફ આકર્ષણ, સંસાર પ્રત્યે અણગમો પેદા કરીએ.
જળકમળવત્ - અનાસક્તપણું. આંતરિક સ્થિતિના આધારે વિચારો. પાપ કરે તે પાપી જ હોય તેવું નથી જ.
વેદમોહનીય કર્મનો તીવ્ર કક્ષાનો નિકાચિત ઉદયવાળો સત્યકિ વિદ્યાધર સમકિતી હતો એવું મહાવીર ભગવાને કહ્યું હતું. અદૃશ્ય પણે શીલભંગ કરતો પરંતુ અંદરથી એને ભયંકર ત્રાસ થતો. સતત રડતો, મોક્ષે જનારો જીવ હતો.
ચરમાવર્તિમાં જીવે પ્રવેશ કર્યો, કાળ પાક્યાનાં આધારે. જ હવે જે આત્માનો વિકાસ કરવાનો છે તેનો આધાર કયો?
૧. દુઃખી છે કે સુખી? ૨. પાપી છે કે પુણ્યશાળી? ૩. દોષી છે કે ગુણી?
આત્માએ દોષો દૂર કરવા અને ગુણો પ્રાપ્ત કરવાનો પ્રખર પુરુષાર્થ કરવાનો છે. નહીં કે પાપ-પુણ્ય, સુખ દુઃખની ચિંતા વડે. ચરમાવર્ત કાળમાં જ દોષ નાશ અને ગુણ પ્રાપ્ત થઈ શકે. Kakkkkkkkkkkkkkkkk ૨૧૫-kkkkkkkkkkkkkkkkkk