________________
પાપ થઈ જાય તો પાપ રડતાં રડતાં કરવું અને પ્રાયશ્ચિત કરવાનું કદી પણ ભૂલવું નહીં! જાતિભવ્ય જાતિથી ભવ્ય, નિયતિથી મજબૂર ક્યારેય અવ્યવહાર રાશિમાંથી બહાર આવી ન શકે તેવા ભવ્ય જીવો. (બ્રહ્મચારીણી સાધ્વીજી સમાન) ભવ્યઃ સંયમ જીવન સામગ્રીના સંયોગે મોક્ષફળની પ્રાપ્તિ કરી તેવા આત્મા. અભવ્ય : વંધ્યા સ્ત્રી સમાન, સામગ્રી હોવા છતાં મોક્ષે ન જઈ શકનારા. ભારેકર્મી ભવ્યઃ પુષ્કળ કર્મો બાંધવાના કારણે કર્મોથી ભારે બનેલો આત્મા. દઢપ્રહારી, અર્જુન માળી, ચિલાતિ પુત્ર વગેરે. દુર્ભવ્ય ઃ ઘણાં ભવો બાદ મોક્ષે જનારો આત્મા. આસન્ન ભવ્ય : નજીકના કાળે મોક્ષે જનારો આત્મા.
વિશ્વમાં સર્વ આત્માઓ આઠમા અનંતા જેટલા છે. તેમાંથી ચોથા અનંતા જેટલા આત્માઓ અભવ્ય છે. પાંચમા અનંતા જેટલા આત્માઓ મોક્ષે ગયા છે.
ભવ્ય આત્માઓ પણ પાંચમા અનંતા જેટલા છે. સોયનાં અગ્રભાગે રહેલા બટાટાનાં કણિયામાં પણ આઠમા અનંતા જેટલા જીવો છે.
કહો, હવે કંદમૂળ ખવાય? ભવ્ય યોગ્ય સામગ્રીનો સંયોગ થાય તો મોક્ષે જનારા જીવો. (માતા સ્ત્રી) અભવ્ય : યોગ્ય સામગ્રી મળવા છતાં માનવ ભવ, સંયમ આદિનો સંયોગ જ ના મળે તેથી મોક્ષે ન જાય તેવા જીવો. જાતિભવ્ય : મોક્ષે જવાની યોગ્યતા છે છતાં માનવ ભવ, સંયમ આદિનો સંયોગ જ ના મળે તેથી મોક્ષે ન જાય તેવા જીવો. ભારેકર્મી ભવ્યઃ કર્મનાં અતિભારને લીધે જલદી બોધ ના પામે, છતાં તે જ ભવમાં મોક્ષે જાય તેવું બને. દ્રઢપ્રહારી, ચંદ્રશેખર રાજા. દુર્ભવ્ય : ઘણા ભવો પછી મોક્ષે જનારા જીવો.
આસન્ન ભવ્ય : નજીકનાં ભવે મોક્ષે જનારા જીવો. =================^ ૨૧૮ -KNEF ============